રાજકોટમાં ઝગડતા જૂથો વચ્ચે મધ્યસ્થી કરાવવા ગયેલાની જ હત્યા

રાજકોટ, બે આખલાની લડાઈમાં ઘાસનો ખો નીકળે તેવો જ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં બે પાડોશીઓની લડાઈમાં સમાધાન કરાવવા ગયેલાની જ હત્યા થઈ છે. પાડોશીઓ વચ્ચેની લડાઈમાં મધ્યસ્થી કરવા ગયેલા ૪૫ વર્ષના વિનુ ચાવડાનું સોમવારે મોત થયું હતું જ્યારે ૮ અન્ય ઘાયલ થયા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે નિરંજનીની ગાય એક ઝાડને નુક્સાન પહોંચાડી રહી હતી અને પાડોશીઓ અને પાટડિયાઓએ તેમને ગાયને બાંધવા જણાવ્યું હતું. આ મામવે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઉગ્ર બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથોએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

ચાવડા મધ્યસ્થી કરવા ગયા હતા પરંતુ તેમને પણ માર મારવામાં આવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રથમ ફરિયાદમાં લાખા પાટડિયાએ પ્રવિણ નિરંજાણી, ચંદ્રેશ નિરંજાણી, ચિરાગ નિરંજાણી અને મંજુ નિરંજની સામે એવો આક્ષેપ નોંધાવ્યો છે કે આ લોકોએ ચાવડાને હડાળા ગામ પાસે લાકડાની લાકડી વડે માર માર્યો હતો.

મંજુ નિરંજનીએ લાખા પાટડિયા, અનિલ પાટડિયા, વિમલ પાટડિયા અને સરોજ પાટડિયા વિરુદ્ધ તેની ગાયે પાટડિયાના ઝાડને નુક્સાન પહોંચાડ્યું હોવાનો આરોપ મૂક્તાં તરત જ બીજી ફરિયાદ નોંધાવી હતી. તેની અદાવત રાખીને પાટડિયાઓએ તેના પરિવારને માર માર્યો હતો.