ફિલ્મો સાથે જોડાયેલ દુનિયામાં દરેક વ્યક્તિ માટેના સૌથી લોકપ્રિય એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ. આ એવોર્ડ 10 માર્ચે અમેરિકાના એલએમાં યોજાશે. આ વર્ષે પણ ઈવેન્ટ જિમી કિમેલ હોસ્ટ કરશે. આ એવોર્ડ માટે નોમીનેશનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે કોઈ પણ ભારતીય ફિલ્મ આ વખતે ઓસ્કાર એવોર્ડ સમારોહ માટે નોમીનેટ નથી થઈ.
96માં ઓસ્કાર માટે નોમિનેશન સેરેમની શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, હોસ્ટ જેઝી બીટ્ઝ અને જેક ક્વેડે નામાંકનની જાહેરાત કરી છે. જ્યાં ફિલ્મ Oppenheimer ને 13 નોમિનેશન મળ્યા છે. ફિલ્મ પુઅર થિંગ્સને 11 નોમિનેશન મળ્યા હતા. ડ્રામા કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને 10 અને બાર્બીને 8 નોમિનેશન મળ્યા છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ માટે ભારતની કોઈ ફિલ્મ શોર્ટલિસ્ટ થઈ નથી.
શ્રેષ્ઠ ફિલ્મોમાં 10 ફિલ્મો આ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી છે જેમાં છે ઓપનહેઇમર, બાર્બી, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન, પુઅર થિંગ્સ, ધ હોલ્ડ ઓવર્સ, એનાટોમી ઓફ અ ફોલ, મેસ્ટ્રો, ધ જ્હોન ઓફ ઈન્ટરેસ્ટ પાસ્ટ લાઈવ્સ અને અમેરિકન ફિક્શન.
શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રેણીમાં5 દિગ્દર્શકોના નામ છે જેમ કે ક્રિસ્ટોફર નોલન – ઓપેનહેઇમર, માર્ટિન સ્કોર્સીસ – કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન, જસ્ટિન ટ્રિટ – એનાટોમી ઓફ અ ફોલ, યોર્ગોસ લેન્થિમોસ – પુઅર થિંગ્સ અને જોનાથન ગ્લેઝર – ધ જ્હોન ઓફ ઈન્ટરેસ્ટ
શ્રેષ્ઠ અભિનેત્રી કેટેગરીમાં 5 અભિનેત્રીઓ છે જેમાં લિલી ગ્લેડસ્ટોન – કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન, એમ્મા સ્ટોન – પુઅર થિંગ્સ, એન્નેટ બેનિંગ – નાયદ, સાન્દ્રા હુલર – એનાટોમી ઓફ અ ફોલ કેરી મુલિગન – મેસ્ટ્રો નો સમાવેશ થાય છે.
બેસ્ટ એક્ટર કેટેગરીમાં 5 કલાકારોના નામ છે જેમ કે સિલિયન મર્ફી – ઓપેનહેઇમર, બ્રેડલી કૂપર – માસ્ટ્રો, જેફરી રાઈટ – અમેરિકન ફિક્શન, કોલમેન ડોમિંગો – રસ્ટિન,
પોલ ગિયામાટી – ધ હોલ્ડઓવર ના નામના સમાવેશ થાય છે.
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં 5 દેશોની પ્રખ્યાત ફિલ્મોના નામ સામેલ છે: લો કેપિટાનો – ઈટાલી, સોસાયટી ઓફ ધ સ્નો – સ્પેન, પરફેક્ટ ડે – જાપાન, ધ ટીચર્સ લાઉન્જ – જર્મની, ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ – યુ.કે. ઓપેનહેઇમર ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવનાર અભિનેતા રોબર્ટ ડાઉનીનું નામ ઓસ્કાર એવોર્ડ 2024 માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાની યાદીમાં સામેલ છે. તે બાર્બી ફિલ્મ અભિનેતા રેયાન ગોસલિંગ જેવા અન્ય ત્રણ કલાકારોનો સામનો કરશે.
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઓસ્કાર નોમિનેશનની લાઈવ જાહેરાત કરવામાં આવી હતી.