
ગુજરાતના ઇતિહાસમાં મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ઉઠેલા ભ્રષ્ટાચારના પગલે લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ કર્મચારીઓ સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી જવા પામી હતી. વિજીલન્સ ટીમને તપાસમાં સહકાર ન અપાતા ગાંધીનગરથી નલ સે જલ યોજનાની તપાસ આદરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કડક કાર્યવાહીને પગલે 111 એજન્સીઓને રિકવરી ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરવા દેવી અને પેમેન્ટ પણ ચુકવવું નહીં તેવા ગાંધીનગર સ્થિત કચેરીના આદેશોથી મહીસાગર .જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે.
સરકારશ્રીના અભિગમ નલ સે જલ યોજના અંતર્ગત પ્રજાને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અભિગમને સરકારી બાબુઓ અને ખાનગી એજન્સીઓના કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ઉઠેલી ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા સ્થિત વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિજીલન્સ ટીમને તપાસમાં સહકાર ના આપી અવરોધ ઉભો કરાતા યુનિટ મેનેજર સહિત ૭ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા.જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) લુણાવાડા સ્થિત યુનિટ કચેરીના કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓ સાથેની મીલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરાઇ હોવાની ફરિયાદોના પગલે ગાંધીનગરથી અલગ અલગ ટીમો આવીને જતી રહી પરંતુ ભ્રષ્ટાચારનો પોપળો ખુલવા પામ્યો ન હતો.
વાસ્મો કચેરીના યુનિટ મેનેજર નાકાઇ એ.જી.રાજપરા દ્વારા તાત્કાલિક અસરથી કર્મચારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા.જેને કારણે આવેલ વિજિલન્સ ટીમમાં પડી સોંપો પડી ગયો હતો.વાસ્મો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં અસહકાર દાખાવતા આવેલ તપાસ અધિકારીઓએ ગાંધીનગર જાણ કરતા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી બદલીના હુકમો કર્યા હતા.
જિલ્લાની 111 એજન્સીની ટોટલ રિકવરી આવે અને ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરી શકે અને તેઓને પેમેન્ટ ચૂકવવાનું થાય તો ભવિષ્યમાં તમામ એજન્સીઓને બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવાના આદેશો કરવામાં આવેલ છે. આઈ જીન્સ યુ કોઈપણ જગ્યાએ વાસ્તુ કે પાણી પુરવઠા કચેરીમાં પોતાનું ટેન્ડર ભરી શકશે નહીં.
– ગીરીશભાઈ એ.અગોલા. (વાસમો યુનિટ મેનેજર)
નલ સે જલ યોજનામાં પીવીસીની પાઇપો,ગેલ્વેનાઈઝ કોક અને ઘર સુધી આપવામાં આવતા કનેક્શનની પાઇપોના બિલ એક વખત લાવી બીજી વાત કોમ્પ્યુટરાઇઝડ બિલો ખોટા મુકવામાં છે. આ બિલો ટેસ્ટિંગ રિપોર્ટ વિગેરે તપાસવામાં આવે.
નલ સે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇનના બિલ,ટેસ્ટિંગ રિપોર્ટ,કેટલા ઘર નળ મૂક્યા, પાઇપ વાપરી તો બિલ ક્યાંથી લાવ્યા,પરચેઝ બિલ વિગેરે માહિતીની તપાસ કરવામાં આવે તો ઘણુ બહાર આવી શકે તેમ છે



