દાહોદના ખંગેલા ગામે ડિવાઈડર કુદાવી અંતરીયાળ રસ્તે ભાગેલ ઈનોવાને શોધવા ડ્રોન ઉડાવી સીમલીયા બુર્ઝગ ખેતરમાં ઝડપી 6.84 લાખના અફીણ જીંડવા ઝડપ્યા

દાહોદ, દાહોદ તાલુકાના ખંગેલા ગામે મધ્ય રાત્રે પોલીસને જોઈને ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે અંતરિયાળ રસ્તે ભાગેલી ઈનોવા કાર ગુમ થઈ ગઈ હતી. ત્યારે પોલીસની નજરથી ઓઝલ થયા બાદના વિસ્તારમાં શંકાના આધારે ડ્રોન ઉડાવી તપાસ કરતાં તે 15 કિમી દુર સીમલિયા બુઝર્ગ સ્થિત એક ખેતરમાં રેઢી પડેલી મળી આવી હતી. આ કારમાંથી 6.84 લાખના અફીણના જીંડવા સાથે 04 જુદી જુદી નંબર પ્લેટો પણ મળી આવી હતી.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધે રાતના સમયે ઘનિષ્ઠ વાહન ચેકિંગની એસ.સી. ર્ડા. રાજદીપસિંહ ઝાલાના આદેશથી કતવારા પોલીસ મધ્ય પ્રદેશની બોર્ડરે આવેલી ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં જોતરાયેલી હતી. ત્યારે રાતના 03 વાગ્યાના આસપાસ મધ્યપ્રદેશ તરફથી આવેલી મધ્યપ્રદેશની પાસિંગની ઈનોવાનો ચાલક ચેકપોસ્ટથી પોલીસે કોરવાનો સંકેત અવગણી પુરપાટ આગળ વધી ગયો હતો. ત્યારે રસ્તો બ્લોક જોઈને દુરથી કારને પાછી પલટાવી દધી હતી. આ જોઈ પોલીસ પાછવ પડતાં તેણે ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડે કાર હંકારી મુકી હતી. જેથી પોલીસે પીછો કરતાં કાર કતવારા બજારમાં થઈ આગાવાડાના અંતરિયાળ રસ્તા ઉપર વળી જઈને ગાયબ થઈ ગઈ અને દેવગઢ બારીઆ પોલીસને પણ રાત્રે એલર્ટ કરી દેવાઈ હતી. કાર એકાએક ગાયબ થતાં હોઈવે અને ભથવાડા ટોલનાકાના સીસીટીવી ચેક કરાયા હતાં પરંતુ કાર તેમાં કેદ થઈ ન હતી. જેથી કાર નજીકના વિસ્તારમાં હોવાની શંકાના પગલે પીએસઆઈ સોલંકીએ ડ્રોન ટીમ બોલાવી હતી. કારની તલાસ માટે પરોઢે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન ઉડાવતાં તે ખંગેલાથી 15 કિમી દુર સીમલિયાખુર્ગ ગામના દેવ ફળિયા સ્થિત અંતરિયાળ એક ખેતરમાં પડી હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે ઘસી જઈ કાર ચેક કરતાં તેમાંથી પ્લાસ્ટીકના મીણિયાના 15 થેલામાંથી 228.270 કિલો વજનના અફીણના જીંડવા (પોષડોડા) મળ્યાં હતાં. આ સાથે કારમાંથી જુદી જુદી ચાર નંબર પ્લેટો પણ મળી આવી હતી. રૂા.6,84,810ના અફીણના જીંડવા કાર પણ કતવારા પોલીસે જપ્ત કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.