દાહોદના નવા ગામ ચોકડી પાસે છકડો રીક્ષા માંથી 86 હજારનો વિદેશી દારૂ સાથે બે ઈસમને ઝડપ્યા

દાહોદ, દાહોદ તાલુકાની કતવારા પોલીસે ગતસાંજે નવા ગામ ચોકડી પર જરૂરી વોચ દરમ્યાન રૂપિયા 86 હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન સાથે છકડા રિક્ષા પકડી પાડી રૂપિયા 2 લાખની કિંમતના છકડા રિક્ષા મળી કુલ રૂપિયા 2,96,230નો મુદ્દામાલ સાથે છકડા રિક્ષાના ચાલક સહીત બે જણાની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીને લઈને કતવારા પોલીસે નવાગામ ચોકડી ઉપર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબર વગરના છકડા રિક્ષા નવા ગામ ચોકડી પર આવતાં જ વોચમાં ઉભેલ કતવારા પોલીસે તે છકડા રિક્ષાને રોકી ચારે બાજુથી ઘેરી લઈ છકડા રીક્ષામાંથી લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કીની કાચની તથા ગોવા સ્પીરીટ સ્મુથનેશ પ્લાસ્ટીકની રૂા. 86,230ની કુલ કિંમતની 180 મીલીની કુલ બોટલ નંગ-749 તથા રૂપિયા 10,000ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 2 લાખની કિંમતના છકડા રિક્ષા મળી કુલ રૂપિયા 2,96,230ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના મેઘનગર તાલુકાના માંડલી ગામના માળ ફળિયામાં રહેતા રાહુલભાઈ જવસીંગભાઈ ભુરીયા તથા ઝાબુઆ જીલ્લાના મેઘનગર તાલુકાના કાળી ગમા ગામે રોડ ફળિયામાં રહેતા દુલાભાઈ તોફાનભાઈ દહમાંની અટક કરી પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.