સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની તાલીમ શિબિર યોજાઇ

દાહોદ, સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે તા.011-01-2024 થી તા.06-01-2024 સુધી અટલ – એ.આઈ. સી.ટી.ઈ, ન્યૂ દિલ્હી અને સી.ટી.ઈ, ગાંધીનગર એપ્રૂવ્ડ “એડવાન્સીસ ઈન મેન્યુફેક્ચરિંગ – ઇન્ડસ્ટ્રી 4.0 પર્સપેકટીવ” વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાની તાલીમ શિબિરનું યાંત્રિક ઇજનેરી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં દેશની જુદી જુદી સંસ્થાઓમાંથી આશરે 50 જેટલા પ્રાધ્યાપકો, એન્જીનીયર્સ અને રિસર્ચ સ્કોલર્સે ભાગ લીધો હતો. તાલીમ માટે દેશની જુદી જુદી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ અને જાણીતી ઇન્ડસ્ટ્રીઝ માંથી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. જેમકે ડો. વિનીત વશિષ્ટ, આઈ. આઈ. ટી. ગાંધીનગર, ડો.નિલેશ જોશી, આઈ. આઈ. ટી. ઇન્દોર, ડો.એચ.કે. રાવલ, એસ.વી.એન.આઈ.ટી. સુરત, ડો.એ. એચ. ગાંધી, આર. એમ. લીગલના પાર્ટનર તથા પેટન્ટ એટર્ની, ડો. એચ.કે. દવે, એસ. વી. એન. આઈ. ટી. સુરત, ડો. એ. બી. ધ્રુવ, જી.ઇ.સી. પાટણ, માન નીલકંઠ રાયચુરા, બ્લુ ચિપ ઇન્ફો કોપ પ્રા. લિ., અમદાવાદ.

તમામ તજજ્ઞોએ તેમના પ્રવચનમાં ઇન્ડસ્ટ્રી 4.0 શું છે, તેમજ આવનારા સમયમાં તે કેવી રીતે ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે તેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. તદુપરાંત તેના ઘણા પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીમાં ઓટોમેશન અને ડેટા એક્સચેન્જ, સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ. હાલ દેશમાં ઈન્ડસ્ટ્રી અને હાલની ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ટેક્નોલોજીને સંયોજીત કરવા માટે ઇન્ડસ્ટ્રી 4.0 પર કામ કરવામાં આવી રહ્યું છે.

સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રી 4.0 શબ્દ જર્મન સરકાર દ્વારા વર્ષ 2011માં બતાવવામાં આવ્યો હતો. અદ્યતન અલ્ગોરિધમ્સની ઉપલબ્ધતા સાથે કેપ્ચર કરેલા ડેટાનું વાસ્તવિક સમયમાં નિર્ણય લેવા માટે વિશ્લેષણ કરવામાં આવે છે. આમ, ઇન્ડસ્ટ્રી 4.0 એ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથે ’ડેટા’ એકીકૃત કર્યા છે. ડેટા આધારિત નિર્ણય લેવાનો લાભ લેવા માટે અન્ય દેશોની સરકારોએ પણ ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ઔદ્યોગિક પહેલ શરૂ કરી છે. જેમકે, યુએસ તેને ’સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ’ તરીકે ઓળખે છે, ચીન તેને ’મેડ ઇન ચાઇના 2025’ અને ભારત તેને ’મેક ઇન ઇન્ડિયા અથવા ડિજીટલ ઇન્ડિયા’ તરીકે ઉલ્લેખ કરે છે.

આ તાલીમી કાર્યશાળાના નિષ્કર્ષ તરીકે જોઈએતો કોવિડ-19 રોગચાળાથી ઉદ્ભવતા ઉત્પાદન પડકારોને ધ્યાનમાં રાખીને, MSMEને સેક્ટર દ્વારા ટૂંક સમયમાં 4.0 અપનાવવાની જરૂર છે, કારણ કે ભારતમાં મોટાભાગની મેન્યુફેક્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખજખઊ ઉપર આધારિત છે. ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજી અપનાવવાથી MSMEને ફાયદો થઈ શકે છે. જેમ જેમ ક્ષેત્રો વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનશે તેમ તેમ તેઓ અર્થતંત્રને મજબૂત કરશે અને રોજગારીની નવી તકો પ્રદાન કરશે.

આ તાલીમી કાર્યશાળા અંતર્ગત તાલીમાર્થીઓને દાહોદના પરેલ ખાતે આવેલા અને જાણીતા અત્યાધુનિક ઇન્ડિયન રેલવે વર્કશોપની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટમાં રેલ્વે દ્વારા હાલમાં 9000 હોર્સ પાવરના સિમેન્સ ઇન્ડિયા દ્વારા ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્રોજેક્ટ વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ તાલીમી કાર્યશાળાના કો.ઓર્ડીનેટર તરીકે ડો. એમ. કે. ચુડાસમા અને કો-કોઓર્ડીનેટર તરીકે ડો. એ.એચ. મકવાણાએ કરેલ કામગીરીને યાંત્રિક વિભાગના વડા ડો. પી. બી. ટેલર અને સંસ્થાના આચાર્ય ડો. કે.બી.જુડાલ દ્વારા બિરદાવવામાં આવી હતી.