ઈશા માલવિયા ‘બિગ બોસ 17’ના ફિનાલેની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગયા અઠવાડિયે ફિનાલે ટાસ્કમાંથી અયોગ્ય જાહેર થયા પછી, આયેશા ખાન, અંકિતા લોખંડે, વિકી જૈન અને એશાને નોમિનેટ કરવામાં આવ્યા હતા. દર્શકોના ઓછા વોટિંગને ધ્યાનમાં રાખીને ઈશાને શોમાંથી બહાર કરવામાં આવી હતી. બહાર આવ્યા પછી, ઈશાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી જ્યાં તેણે પોતાને બહાર કાઢવાનું આઘાતજનક ગણાવ્યું. તેણે તેના એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે. જાણો ઈશાએ શું કહ્યું…
‘ઘણુ બધુ. હું મારી જાતને ટોપ 5માં જોવા માગતી હતી, હું તેના માટે લાયક હતી પરંતુ હું ઇચ્છતી હતી તેમ બન્યું નહીં. હવે જો મને દર્શકોના વોટના આધારે કાઢવામાં આવી હોય તો કદાચ મારા તરફથી કંઈક એવું થયું હશે જે તેમને પસંદ ન આવ્યું હોય. હું દુઃખી છું કે મને અરુણ પહેલા એવિક્ટ કરવામાં આવી. મને સમજાતું નથી કે તે અત્યાર સુધી કેવી રીતે બચી ગયો? તે જ સમયે, વિકી ભાઈના પણ મારા કરતા ઓછા ચાહકો છે, તેમ છતાં તેઓ ફિનાલેમાં પહોંચ્યા. આ પણ થોડું આશ્ચર્યજનક છે.
‘જુઓ, અભિષેક અને મારું જુલાઇ 2022માં જ બ્રેકઅપ થઈ ગયું. અલગ થયા પછી, અમે ન તો મળ્યા અને ન તો એકબીજા સાથે વાત કરી. અભિષેક મુંબઈમાં રહેતો હતો અને હું ચંદીગઢમાં હતી. બ્રેકઅપ બાદ અમે પહેલીવાર બિગ બોસના સ્ટેજ પર મળ્યા હતા. શરૂઆતમાં અમે એકબીજા સાથે સામાન્ય રહેવાનો પ્રયત્ન કર્યો જેથી અમારા કારણે કોઈ વાતો ન ફેલાય. પણ સમર્થના પ્રવેશ પછી બધું બદલાઈ ગયું. અમે ઈચ્છતા ન હોવા છતાં અમારી વચ્ચે ઘણી લડાઈઓ થઈ.’
‘હું નહોતી ઈચ્છતી કે મારો અને સમર્થનો સંબંધ નેશનલ ટીવી પર જોવા મળે કારણ કે, લોકો ખૂબ જ ઝડપથી નિર્ણય લેવાનું શરૂ કરે છે. કોઈપણ સંબંધમાંથી આગળ વધવું ખોટું નથી અને તે પણ જ્યારે કોઈએ તમને અન્યાય કર્યો હોય. તે સમયે સમર્થે મને સાથ આપ્યો. પરંતુ, મને ખબર નહોતી કે તે આ શોમાં પણ એન્ટ્રી કરશે.’
‘તે પછી, અમારા ત્રણેય વચ્ચે શું થયું તે બધાએ જોયું. બસ, હવે મને સમર્થ સાથેના મારા સંબંધ વિશે ખાતરી છે. હું જલ્દી મારા માતા-પિતા સાથે વાત કરીશ.’
‘આ બધું જુઠ્ઠું છે. ઉદાહરણ તરીકે, અભિષેકે ઘરે કહ્યું કે જ્યારે મેં તેને છોડી દીધો ત્યારે પછી તે 6 મહિનાથી પથારીમાં હતો. પરંતુ સત્ય એ છે કે તેણે બીજા મહિને જ ગોવામાં પાર્ટી કરી હતી, જેનો પુરાવો તેની પોતાની યુટ્યુબ ચેનલ પર છે. તે બધાને કહેતો રહે છે કે અમારા બ્રેકઅપ પછી તેનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે પરંતુ તેનો આક્રમક સ્વભાવ લાંબા સમયથી છે. શૂટિંગ દરમિયાન તેણે મારી સાથે મનોચિકિત્સક પાસે જવાની વાત પણ કરી હતી. અમે તે સમયે રિલેશનશિપમાં હતા. પરંતુ હવે તે મારા પર તેને પાગલ બનાવવાનો આરોપ લગાવી રહ્યો છે. તે લોકોની સહાનુભૂતિ મેળવવામાં માહિર છે, જે હું કરી શકી નથી. જો મેં ખૂણામાં બેસીને રડવાનું કામ કર્યું હોત તો કદાચ હું ટોચ પર હોત.’
‘અભિષેક સાથે તમારા બ્રેકઅપનું કારણ શું હતું?’અભિષેકને મારું કામ પસંદ નહોતું. મારી સામે મુખ્ય ભૂમિકા કોઈ બીજો છોકરો ભજવે તે તેને પસંદ પણ નહોતું. જો હું શોર્ટ કે બેકલેસ ડ્રેસ પહેરું તો તેને પણ ગુસ્સો આવતો. તે ખૂબ જ ઓવર પઝેસિવ હતો અને તેથી જ હું ઈચ્છતી હોવા છતાં પણ તેની સાથે અમારા સંબંધોને આગળ લઈ શકતી નહોતી, હું તેને ક્યારેય છોડવા માંગતી ન હતી પરંતુ, એક સમય એવો આવ્યો જ્યારે મારા માટે મારી કારકિર્દી અને અભિષેકના સ્વભાવને સંતુલિત કરવું મુશ્કેલ બની ગયું અને મેં બ્રેકઅપ કર્યું.
શું અભિષેક દ્વારા સમર્થને થપ્પડ મારવી એ યોગ્ય નિર્ણય હતો?’ના. શોના ફોર્મેટ મુજબ, તમે ઝપાઝપી કરી શકતા નથી. અભિષેક સમગ્ર શો દરમિયાન ખૂબ જ આક્રમક રહ્યો છે. શોમાં પરત ફર્યા બાદ તે ખૂબ જ ઓવર કોન્ફિડન્ટ અને ઘમંડી બની ગયો છે. પરંતુ, હવે જો આ શોના નિર્માતાઓ ઇચ્છે છે, તો શું કરવું ?
તમે કોની જીત જોવા માંગો છો?’અંકિતા લોખંડે. તે વાસ્તવિક છે, મને નથી લાગતું કે તેણે અત્યાર સુધી તેની કોઈ બનાવટી લાગણીઓ દર્શાવી હોય. તે વાસ્તવિક વિજેતા છે.’