ગ્લેન મેક્સવેલને દારૂના ઓવરડોઝને કારણે હોસ્પિટલ લઈ જવો પડ્યો

વર્લ્ડકપ 2023ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલને પાર્ટીમાં વધારે પ્રમાણમાં દારૂ પીધા બાદ શુક્રવારે રાત્રે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા એડિલેડની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આ મામલાની તપાસ કરી રહી છે.

રિપોર્ટ પ્રમાણે મેક્સવેલે પબમાં પાર્ટી દરમિયાન ઓવરલોડ દારૂ પીધો હતો. જે બાદ અચાનક તેની તબિયત લથડી હતી. જેના પગલે તેને તાત્કાલિક રોયલ એડિલેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મેક્સવેલને વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના કમાન સ્ટીવ સ્મિથ સંભાળશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, શોન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એરોન હાર્ડી, જેક ફ્રેઝર-મેગાર્ચ, લાન્સ મોરિસ, મેટ શોર્ટ, એડમ ઝામ્પા.