અમરેલી: અમરેલી જિલ્લામાં ભવ્ય રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીએ ભાગ લીધો હતો. તાલુકો કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ કબડ્ડી ખો-ખો, સાંસ્કૃતિક સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના રમતવીરોમાં રહેલી પ્રતિભાનો સૌને પરિચય થાય તથા કલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના શુભ હેતુ સાથે કાર્યક્રમ તાલુકા કક્ષાનો યોજાયો સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
નૂતન હાઈસ્કુલના પ્રાંગણમાં ટોસ ઉછાળી અને કબડ્ડી ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં હતો. ભાતીગળ રાસની પ્રસ્તુતિ સાથે સાંસ્કૃતિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા ખોખોની 10 જેટલી ટીમે ભાગ લીધો હતો. રમતગમત સાથે પવિત્રતા, પારદર્શિતા, સત્યતા, ખેલદિલી સમાવિષ્ટ હોય છે. રમત ગમતથી યાદશક્તિ અને એકાગ્રતામાં ઉમેરો થાય છે.
ગામડામાં રહેલા યુવાનોની પ્રતિભાને નિખારવા માટે માટે ઓલિમ્પિક કક્ષાના નિયમો સાથે ખેલ મહાકુંભની શરુઆત કરાવી હતી. જેથી આગળ જતા આ ખેલાડીઓ રાજ્ય સ્તરે પહોંચી અને ભવિષ્યના સારા ખેલાડીઓ બની શકે છે. આ સ્પર્ધાઓમાં રામસાગર, ધોળ, હાલરડા, પ્રભાતિયા જેવી સાંસ્કૃતિક કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત દાંડિયા રસ રજૂ કરવામાં આવ્યા હતા.