કોરોના વેક્સીનની ઉપલબ્ધતા આવતા વર્ષના મધ્યમાં થાય એવી શક્યતા: who

  • કોરોના વેક્સીનના ટ્રાયલનો અંતિમ તબક્કો લાંબો રહેશે

જિનિવા,
કોરોના જેવી ઘાતક મહામારીની ઝપેટમાં આવી ચૂકેલી દુનિયા ધીમે-ધીમે અનલોક થઇ રહી છે અને સાવધાની સાથે ઠપ થયેલા અર્થતંત્રને સક્રિય કરવાના પ્રયત્ન કરી રહૃાા છે. તેની સાથે સાથે દુનિયાભરના દેશો કોરોના વેક્સીનની રાહ જોઇ રહી છે, જેથી ફરીથી એક વાર સામાન્ય જીવન જીવવાની શરુઆત કરી શકાય, પરંતુ who ના મત મુજબ વિશ્વએ કોરોના મહામારી સામે વેક્સીન માટે લાંબો સમય રાહ જોવી પડશે.

whoના પ્રવક્તા માગ્રેટ હેરિસ એ શુક્રવારે જણાવ્યુ હતું કે, કોરોના વેક્સીન ટૂંકાગાળામાં આવી જાય એ સંભવ નથી, વેક્સીનની ઉપલબ્ધિ આવતા વર્ષના મધ્યમાં થાય એવી આશા છે. તેમણે કોરોના વેક્સીનના ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ્સનો હવાલો આપતા જણાવ્યુ કે, ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો હશે, કારણ કે વેક્સીન સામે લોકોની સુરક્ષા પણ અત્યંત મહત્વનો મુદ્દો છે.

જોકે વિશ્વના આશરે ૭૬ દેશો whoની વૈશ્ર્વિક કોરોના વેક્સીન વિચરણ યોજનામાં સામેલ થયા છે, જેનો મુખ્ય હેતુ વેક્સીન ખરીદવાનો અને તેના વિતરણનો છે.