મહીસાગર જીલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટરની અધ્યક્ષ સ્થાને યોજાઇ

મહીસાગર, મહીસાગર જીલ્લા સંચારી રોગ, કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ હોલ જીલ્લા સેવા સદન ખાતે યોજાઈ.

આ બેઠકમાં સચારી રોગો અને બડ ફ્લૂ સર્વલેન્સ અંગે ચર્ચા, રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા, નગર પાલિકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન અંગે ચર્ચા, જાહેર સ્વચ્છતાની જાળવણી અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી, જીલ્લા મેલેરિયા અધિકારી, સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસરો સહિતના સબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.