ગોધરા વિધાનસભા ટીકીટ માટે લધુમતિ સમુદાયની બુલંદ માંગ

1998 પછી મુસ્લિમ સમુદાયના યુવાનો પ્રથમ વખત ચૂંટણી જંગમાં સેનાપતિ બનવાની લડતમાં.

ગોધરા,
ગત બુધવારે ગોધરા સર્કિટ હાઉસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ પધાર્યા હતા. જેમાં તેઓએ કાર્યક્રમ મુજબ પંચમહાલની તમામ વિધાનસભા વિસ્તારના કાર્યકરો સહિત ટીકીટ વાચ્છુંકો સાથે વાતચીત કરી હતી. ખુબજ લાંબા સમય બાદ કોંગ્રેસના જીલ્લાભર માંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા 126 વિધાનસભા બેઠકને લઈ ખુબજ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયા હતા અને આ કાર્યક્રમમાં ગોધરા 126 વિધાનસભા માટે લધુમતિ સમુદાયના શિક્ષિત યુવાનોએ પ્રબળ અને મજબુત દાવેદારી કરતા હાજર લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ગોધરા મુસ્લિમ સમુદાય માંથી ભૂતકાળમાં પણ ટીકીટની માંગણીઓ કરાઈ છે પણ એ અન્ય ઉમેદવારોના પપેટ બનીને દાવેદારને મજબુત કરવા માટેના કારસા હોતા હતા પરંતુ પ્રથમ ચૂંટણી લડવા માટે ગોધરાના યુવા ડોકટર હાશીમ પટેલ સહિત એન્જિનિયર એવા અનસ અંધીએ પોતાની પ્રબળ અને મજબુત દાવેદારી નોંધાવી હતી જ્યારે પટેલ સમુદાય માંથી યુવા કોંગ્રેસી આગેવાન એવા દક્ષેશ પટેલ અને ઓબીસી સમુદાય માંથી દુષ્યંત ચૌહાણે અને તેમની પત્નિએ ટીકીટ માટે માંગણી કરી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પૂર્વ ઉમેદવારને લઈ ભારે વિરોધ જોવા મળ્યો હતો અને તેઓ સાડા ચાર વર્ષથી પ્રજા વચ્ચેથી ગાયબ છે અને ચૂંટણી ટાણે માલ મલીદા લપેટલા પાછા રાજકીય બજારમાં આવ્યા છે. એવી રજુઆતો કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.હવે આવનાર દિવસોમાં લધુમતિ સમુદાયના યુવાનો ચિંતન શિબિર-2નું આયોજન કરવાના હોવાનું પણ કહેવાય છે, આ સમાચાર લખાય છે. તે વખતે પણ મુસ્લિમ સમુદાયનું એક ડેલીગેશન અમદાવાદ ખાતે કોંગ્રેસના આલા નેતાઓ સાથે ચર્ચા કરીને ટીકીટ મેળવટવાના પ્રયત્નોમાં સક્રિય રીતે લાગેલા છે. ત્યારે આવનાર દિવસોમાં ગોધરાના રાજકારણમાં ભારે ફેરફાર દેખાય રહ્યો છે.