સંતરામપુર,પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગત રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોર માનગઢ ખાતે ભારત માતાજી અને ગાયત્રી મંદિરમાં દીપ પ્રાગટય કરી માનગઢ ધૂણી ખાતે ગુરૂ ગોવિંદજીની સૌ ભક્તો સાથે મળી આરતી ઉતારવાનો લ્હાવો પ્રાપ્ત થયો.
પ્રભુ શ્રીરામ નિજમંદિર બિરાજમાન થયા એની ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરી સૌ માનગઢવાસીઓ ભજનમાં લિન થઈ ગયા ત્યારે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું. આ પ્રસંગે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ સહીત સંતો મહંતો ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.