- ગંદકીના ઢગલાને દૂર કરવા પુરઝડપે ચાલુ કરેલી કામગિરી અધુરી છોડી દેવાઈ?
- ગંદકીના ઢગલા ને લઇ વારંવાર રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, છતાં પણ જવાબદાર અધિકારી તંત્ર દ્વારા આંખ આડા કાન.
- સંજેલીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાને લઇ ગંદકીના ઢગલાંની સફાઈની કામગીરી અધુરી.
દાહોદ, 26મી જાન્યુઆરી જિલ્લાકક્ષાનો કાર્યક્રમ હોવાને લઇ સંજેલી માંડલી રોડ નવીન બસ સ્ટેન્ડ બાજુમાં આવેલો ગંદકીનો ઢગલો સાફ-સફાઈની કામગીરી પૂર ઝડપે ચાલતી કામગિરી બંધ જગ્યા ન હોવાના કારણે ગંદકીનો ઢગલાની અધુરી કામગીરી છોડી દેવાઈ. ગંદકીનો ઢગલો દૂર કરવા માટે જગ્યા માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વન વિભાગ અધિકારી સહિત નેતાઓને પણ જગ્યા ફાળવવા માટે સરપંચ દ્વારા લેટરો લખાયા પણ અધિકારીઓ દ્વારા જગ્યા ફાળવવામાં આવી નથી. જગ્યા ન હોવાના કારણે ડોર ટુ ડોર કલેક્શનનો ઢગલાંની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે. સંજેલી નગરમાં 30 વર્ષથી ઢોર ટુ ડોરનો કચરો બસ સ્ટેન્ડની બાજુમાં ઢગલો કરવામાં આવે છે અને સંજેલી પંચાયતની જગ્યા હતી. તે જગ્યા એસટી ડેપોને ફાળવી દેવામાં આવી છે અને અન્ય જગ્યા માટે લેટરો પણ લખ્યા છે, છતાં હજી જગ્યા ફાળવવામાં આવી નથી. જગ્યા ફાળવવામાં આવશે તો આ કચરા નો નિકાલ થશે.
સંજેલીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાં સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નગરમાં ઠેર ઠેર ઢોર ટુ ડોર કલેક્શન કરી અને કચરો સંજેલી થી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ તાલુકાનું પ્રખ્યાત મંદિર અને હાઇસ્કુલ તરફ જવાના માર્ગ પર બસ સ્ટેશન ગેટ પાસે જ કચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે આવતા જતા મુસાફરોને રાહદારીઓ તેમજ મંદિરે જતા અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ દુર્ગંધને કારણે સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતીને લઈને જાગૃત નાગરિકો તેમજ શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતુ નથી. ચોમાસાની અંદર અનેક વખત આ કચરો રોડ પર જ આવી જતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તેમજ તાલુકા જિલ્લાના અધિકારીને સ્વચ્છ અભિયાન હેઠળ દેખરેખ તેમજ વિવિધ કામગીરી પણ સોંપવામાં આવી રહી છે, છતાં આ ગંદકીનો ઢગલો દૂર કરવામાં આવતો નથી. આ મુખ્ય માર્ગ હોવાથી તાલુકાના અધિકારી અવારનવાર પસાર થતા હોય છે. તેમ છતાં અધિકારી કોઈ નક્કર કામગીરી કરાવવામાં આવતી નથી.વડાપ્રધાન દ્વારા જિલ્લાઓ અને તાલુકામાં સ્માર્ટ વિલેજ તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત સ્વચ્છ અભિયાનને આગળ લાવવા માટે સ્માર્ટ સિટી અને વિલેજની કામગીરી ગુજરાતમાં પણ શરૂ કરી દીધી છે, પરંતુ સંજેલીમાં તંત્રની નિષ્કાળજી તાલુકાના અધિકારીની રહેમ નજર હેઠળ માત્ર કાગળ પર જ સાફ-સફાઈ ના સ્વચ્છ અભિયાનના નાણાનો કાગળ પૂરજ ઉપયોગ થતો હોવાની પણ ચારે કોર ચર્ચાએ જોર પકડ્યું છે.
સંજેલી નગરમાં 30 વર્ષથી ડોર ટુ ડોરનો કચરો બસ સ્ટેન્ડની બાજુમાં ઢગલો કરવામાં આવે છે. પંચાયતની જગ્યા હતી. તે એસટી ડેપોને ફાળવી દેવામાં આવી છે, કચરો નાખવાની મારી પાસે બીજી કોઈ જગ્યા નથી. TDO, મામલતદાર, વન વિભાગ RFO, નેતાઓ સહિતના અધિકારીઓને જગ્યા માટે લેટરો લખ્યા છતાં મને જગ્યા ફાળવી આપવામાં આવી નથી. સંજેલીમાં દરરોજ 10 જેટલા ટ્રેક્ટરનો કચરો નીકળે છે. આ કચરો ક્યાં લઈ જવાનો મને જગ્યા ફાળવી આપો તો આ કચરાનો નિકાલ થશે.
જિલ્લાકક્ષાનો સંજેલી ખાતે પ્રોગ્રામ છ. નવીન બસ સ્ટેશનની બાજુમાં ડોર ટુ ડોર કચરાનો ઢગલો સાફ કરાવવા માટે 25 લાખ જેટલી રકમ ફરવામાં આવી છે. આ ગંદકીનો ઢગલો ઉઠાવાની કામગીરી અધુરી છોડી દેવાઈ છે. આ કચરાનો ઢગ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેમજ બજારની અંદરમાં પણ ગટરો સહિત વિવિધ જગ્યાઓ પર કચરાનો ઢગ જોવા મળી રહીયો છે. તે યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.