મુંબઇ, સાઉથ સ્ટાર વિષ્ણુ મંચુએ રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યોને માઈથોલોજી’ કહેવા પર નારાજગી વ્યક્ત કરી છે. વિષ્ણુએ એમ પણ કહ્યું કે આપણા પ્રાચીન શાોમાં લખેલી ઘણી વસ્તુઓના પુરાવા મળ્યા છે, તેમ છતાં લોકો તેને ‘માઈથોલોજી’ કહી રહ્યા છે.
વિષ્ણુએ તાજેતરમાં ચાહકો સાથે વાતચીત કરી હતી જેમાં ઘણા લોકો તેમને પૂછતા હતા કે તેમની ‘માઈથોલોજીકલ’ ફિલ્મ ‘કન્નપ્પા’ ક્યારે રિલીઝ થઈ રહી છે? વિષ્ણુએ વીડિયોમાં કહ્યું કે આ પ્રશ્ર્ને તેમને વિચારવા માટે મજબૂર કરી દીધા કે આપણે આપણી સંસ્કૃતિમાં કેમ વિશ્ર્વાસ નથી કરતા, જ્યારે પ્રાચીન મહાકાવ્યોમાં લખેલી ઘણી વસ્તુઓના પુરાવા મળ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે નાસાએ પુષ્ટિ કરી છે, ત્યારે આ મહાકાવ્યોને હજુ પણ ‘માઈથોલોજી’ કેમ કહેવામાં આવે છે.
વિષ્ણુએ રામાયણ-મહાભારત માટે વપરાતા ‘માયથોલોજી’ શબ્દ પર નારાજગી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે કહ્યું, ‘માઈથોલોજીકલ એટલે એવી વસ્તુ કે જેની પાસે ઐતિહાસિક પુરાવા નથી, કંઈક જે સાચું નથી અને કાલ્પનિક છે. નાસાએ તમિલનાડુના રામેશ્ર્વરમથી શ્રીલંકા સુધીના રામ સેતુ પુલના અવશેષોની પુષ્ટિ કરી છે. થોડા હજાર વર્ષ પહેલા લખાયેલ મહાભારતમાં દ્વારકાનો ઉલ્લેખ છે. આપણા પોતાના લોકોએ તે દિવાલો અને તે સ્તંભો શોધી કાઢ્યા છે, જે મહાભારતમાં સ્પષ્ટ રીતે લખેલી બાબતો સાથે બરાબર મેળ ખાય છે.
વિષ્ણુને ગુસ્સો આવ્યો કે લોકો તેમની સંસ્કૃતિમાં માનતા નથી. તેણે આગળ કહ્યું, ‘આપણે આપણી સંસ્કૃતિમાં કેમ માનતા નથી? તમારો ઈતિહાસ જાણવો એ એક વાત છે અને સ્વીકારવી એ બીજી વાત છે. જ્યારે આખી દુનિયા આ વસ્તુઓ પર ગર્વ કરે છે.
તેની ફિલ્મ ‘કન્નપ્પા’ વિશે વાત કરતાં વિષ્ણુએ કહ્યું, ‘કન્નપ્પા એક રિયલ સ્ટોરી છે, શ્રી કાલહસ્તી મંદિર તેની સાક્ષી આપવા માટે ઊભું છે. અમે ભગવાન શિવ અને માતા પાર્વતીને અમારા માતા-પિતા માનીએ છીએ. આ મંદિરો અને વાયુલિંગમ હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે, આ પૌરાણિક કથા નથી. આ એક સત્ય ઘટના છે. કન્નપ્પા ભગવાન શિવના સૌથી મહાન ભક્તની સાચી વાર્તા છે.
તેણે વધુમાં કહ્યું કે તે પોતાની ફિલ્મમાં લોકોને ભગવાન કન્નપ્પાની દુનિયાનો પરિચય કરાવવા માટે ઉત્સાહિત છે. વિષ્ણુએ કહ્યું, ‘હું તમને કન્નપ્પાની દુનિયા સાથે પરિચય કરાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. હું ફરીથી પુનરાવર્તન કરું છું, તમારો ઇતિહાસ જાણો, પણ તેના પર વિશ્વાસ કરો. તમે જે છો તેના પર ગર્વ અનુભવો.
‘કનપ્પા’માં વિષ્ણુ લીડ રોલમાં છે, જ્યારે પ્રભાસ ભગવાન શિવના રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે નયનતારા આ ફિલ્મમાં માતા પાર્વતીની ભૂમિકા ભજવવાની છે. ‘કનપ્પા’ને સ્ક્રીન પર પહોંચવામાં દસ વર્ષ લાગ્યા છે અને તે દક્ષિણમાં ૨૦૨૪ના સૌથી વધુ ચચત પ્રોજેક્ટ પૈકી એક છે. તેને તેલુગુ અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી છે.