દાહોદ જીલ્લાની પ્રા.શાળાઓમાં ઓરડાની ધર તેવી શાળાઓમાં આવી પદ્ધતિ શરૂ કરવા સુચનો કર્યા

દાહોદ,
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ દ્વારા દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરી ને તેમજ શાળાઓમાં કોઈ અઘટિત ઘટના ના બને તે માટે જે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તેવી શાળાઓમાં પાળી પદ્ધતિ શરૂ કરવામાં આવે તેમજ જો નજીકની શાળામાં ઓરડાઓની ઉપલબ્ધતા હોય અને શિક્ષણકાર્ય શક્ય હોય તો તેવી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા દ્વારા બાળકો શિક્ષણ મેળવી શકે એ માટે અને આ બંને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય તો શાળાની નજીકમાં જખઈ ના ઠરાવ થી મકાન પણ ભાડે રાખીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જિલ્લાના તમામ સીઆરસી અને બીઆરસી કો.ઓ.ને આવતીકાલે તમામ શાળાઓમાં રૂબરૂ મુલાકાત કરી જરૂર જણાય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે.

9 મી ઓગસ્ટના રોજ વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી હોય તે દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લાના તમામ આદિવાસી બાળકોની શિષ્યવૃતિ તેમના બેન્ક ખાતામાં જમા થઇ જાય અને એક પણ બાળક શિષ્યવૃતિથી વંચિત ના રહે તે માટે તાલુકાના તમામ અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. આમ, જિલ્લાના દરેક બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમજ તેમના શિક્ષણની ચિંતા કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે તેમજ તેમને મળતાં લાભો માટે ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.