આજે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ત્યારે રામ મંદિર આંદોલનના બે મોટા ચહેરા સાધ્વી ૠતંભરા અને ઉમા ભારતી પોતાના જીવનનું સૌથી મોટું સપનું સાકાર થતાં જ આંસુ રોકી શક્યા ન હતા. સાધ્વી ૠતંભરા અને ઉમા ભારતી ખુશીથી એકબીજાને ગળે લગાડીને ખૂબ રડ્યા હતા. બંનેની તસવીરો સામે આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, સાધ્વી ૠતંભરા અને ઉમા ભારતી ખુશીથી એકબીજાને ગળે લગાડીને રડી રહ્યા છે. ત્યાં હાજર તમામ લોકો આ ક્ષણને જોઈ ભાવુક થઈ ગયા હતા. સાધ્વી નિરંજન જ્યોતિ પણ બંને પાસે પહોંતી હતી. સાધ્વી ૠતંભરા અને ઉમા ભારતીએ રામ મંદિર આંદોલન દરમિયાન ઘણા નારા પણ આપ્યા હતા.
અયોધ્યા રામ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત યજમાન બન્યા.