અયોધ્યા: આજે અયોધ્યા માં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા હતા.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સદીઓની રાહ જોયા બાદ આજે આપણા રામ આવ્યા છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે.
આ વાતાવરણ, આ ઉર્જા, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. આજની તારીખ એ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, તે નવા સમયચક્રની ઉત્પત્તિ છે.
મોદીએ કહ્યું કે, જ્યાં રામનું કામ થાય છે, ત્યાં હનુમાન પણ હોય છે. આ જ કારણ છે કે હું પણ હનુમાનગઢીને આદર આપું છું. તેમના સિવાય હું અન્ય દેવતાઓ અને અયોધ્યા પુરી અને સરયુને પણ પ્રણામ કરું છું. આ ક્ષણે હું દિવ્ય અનુભૂતિ કરી રહ્યો છું, જેમના મહાન આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ થયું છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન પૂર્ણ થયું. આ તમામ યજમાનોએ રામલલાની આરતી ઉતારી હતી. તો બીજી તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે મહેમાનોને આમંત્રણ મોકલાયું છે તેમાંના અનેક રાજકીય નેતાઓ, ફિલ્મ જગતના સિતારા અને રમતગમત જગતની અનેક હસ્તીઓ અયોયામાં હજાર હતી
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત સીયાવર રામચંદ્ર કી જય..ના નારા સાથે શરૂ કરી. તેમણે કહ્યું કે, ’અહીં ઉપસ્થિતિ, વિશ્વના ખૂણે ખૂણેથી જોડાયેલા રામભક્તોને પ્રણામ અને રામ રામ. ’આજ હમારે રામ આ ગયે હે’. સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ-તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે. આ શુભ ઘડીની સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. ૨૨ જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે’
હું આજે પ્રભુ રામ પાસે ક્ષમા માંગું છું. આપણી તપસ્યામાં કંઈક તો ખામી રહી ગઈ હશે કે આપણે આટવા વર્ષો સુધી આ કાર્ય કરી ન શક્યા. મને વિશ્વાસ છે પ્રભુ રામ આપણને ક્ષમા કરશે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ભારતના તમામ શહેર, તમામ ગામ અયોધ્યા ધામ છે. તમામ માર્ગ શ્રીરામ જન્મભૂમિ તરફ આવી રહ્યા છે. તમામ જીભ રામ-રામ જપી રહી છે. આખુ રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે, આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. રામ મંદિર બનાવવા માટે સંતો, સન્યાસીઓ, પૂજારીઓ, નાગાઓ, નિહંગો, બુદ્ધિજીવીઓ, રાજનેતાઓ તમામ સમાજના લોકોએ ખુદને સમર્પિત કર્યા. મંદિર વહીં બના હે, જહાં કા સંકલ્પ લિયા થા. અયોધ્યા માં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા.