સંતરામપુર, કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો.કુબેરભાઈ ડિંડોર ે સંતરામપુર નગર ખાતે મહિલા મંડળ તથા નગરજનો દ્વારા આયોજીત ભવ્ય રેલીમાં સહભાગી થઈ બજાર ચોકડી ખાતે પ્રભુ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઈવ કાર્યક્રમ સૌ નગરજનો, ભક્તજનો અને કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો.
આ પ્રસંગે કારસેવા માં ગયેલ તમામ કારસેવકોને સન્માનિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રીરામ નિજમંદિર બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે તેમના આગમનને નગરજનો દ્વારા ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય આતશબાજી અને પ્રભુ શ્રીરામની ભવ્ય આરતી ઉતારી સૌ નગરજનો સાથે મળીને વધામણાં કર્યા. આ પ્રસંગે મારી સાથે તમામ કારસેવકો, સંતો, ભક્તજનો, નગરજનો અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યાફ