
ધોધબા,ઘોઘંબા નગર ખાતે કારસેવકો, ગ્રામજનો, વેપારીઓ, મહિલા મંડળ, નગરજનો, વડીલો, માતાઓ, રાજકીય આગેવાનો દ્વારા આયોજીત ભવ્ય સુપ્રભાત રેલીમાં સૌ સહભાગી થઈ બજાર ખાતે પ્રભુ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સવારમાં પ્રભાતફેરીમા ભક્તજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન-કીર્તન અને ધૂનથી વાતાવરણ રામમય બનાવ્યુ હતું.
500 વર્ષથી રાહ જોઈ રહેલા ભાવિકોને આ પ્રસંગે ઈ.સ. 1992મા કારસેવામાં ગયેલ તમામ કારસેવકોને સાલ અને ફુલહારથી સન્માનિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગામમાં ઠેર ઠેર કેસરી રંગની ધજાઓથી ગામને કેસરિયું બનાવ્યું હતું. યુવાનોના ઉત્સાહે ઘોઘંબામા ફટાકડાની આતશબાજી, શ્રીરામના નારા સાથે સવારના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ગામના તમામ સેવાભાવી ભક્તોએ યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપ્યો હતો. સૌ ભક્તજનો માટે પ્રસાદીમાં શીરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા ટાણે સમગ્ર ગામમાં ઘરે ઘરે દીવડા પ્રગટાવી દિવાળીનો માહોલ બનાવ્યો હતો. મુખ્ય બજારમાં અયોધ્યામાં થઈ રહેલ શ્રીરામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ ગોઠવવામાં આવ્યું હતું, તેમાં સૌ નગરજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રાજુભાઈ પાણીપુરીવાળા દ્વારા સૌ નગર જવાનોને મફતમાં પાણીપુરી ખવડાવવાનો આનંદ વિશેષ જોવા મળ્યો હતો. ભગવાન શ્રીરામ એ માણસ જીવનમાં અને પ્રકૃતિમાં શાંતિ, શૌર્ય તથા વસુદૈવ કુટુંબકમની ભાવનાનો શ્ર્વાસ બની રહ્યા છે.
મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રીરામ નિજમંદિર બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે તેમના આગમનને નગરમાં તથા આજુબાજુના તમામ ગામડાંઓમાં દ્વારા ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય આતશબાજી અને પ્રભુ શ્રીરામની ભવ્ય આરતી ઉતારી સૌ ભકતજનો સાથે મળીને વધામણાં કર્યા.