વીરપુર રામજી મંદિર ખાતે એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર પ્રાણ પ્રતિષ્ઠાનુંં લાઈવ પ્રસારણ કરાયું

વીરપુર,અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગે વિરપુર શ્રીરામજી મંદિર ખાતે પ્રતિષ્ઠાનું LED સ્ક્રીન પર લાઇવ પ્રસારણ, કારસેવકોનું સન્માન, મહાઆરતી તથા ભોજન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મહીસાગર જીલ્લા કલેક્ટર ભાવીનભાઇ પંડ્યા, મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઇ બારીયા, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ, ખેડા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ, મહીસાગર જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ, જીલ્લા ભાજપ, વિરપુર એપીએમસી ચેરમેન બાલુભાઇ પટેલ, વિરપુર અર્બન બેંક ચેરમેન ભૂપેન્દ્રભાઇ મહેતા સહિત આગેવાનો તથા વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહીસાગર જીલ્લા શિક્ષણ સમિતી ચેરમેન પિનાકીન મુકેશભાઇ શુક્લ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.