ગોધરા રામસાગર તળાવ મધ્યમાં બેટ ખાતે શ્રીરામની 21 ફુટ પ્રતિમાનું ખાત મુર્હત કરાયું

ગોધરા, સમગ્ર દેશમાં વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી. એ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે ગોધરા શહેરમાં પણ આજે ભગવાન શ્રીરામ ભગવાનની 21 ફૂટ ઉંચી પ્રતિમાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના રામસાગર તળાવના મધ્યે આવેલ બેટ ખાતે ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી અને ગોધરા નગરપાલીકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રામસાગર તળાવના મધ્યે આવેલ બેટ પર અગાઉ સ્વામી વિવેકાનંદની પ્રતિમા હતી. જે વાવાઝોડા સમયે ખંડિત બની હતી. તદ્દઉપરાંત ગોધરા શહેરમાં આવેલ સીતા સાગર અને લક્ષ્મણ સાગર તળાવના બ્યુટીફિકેશનના કામનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં અંદાજીત રૂ 5.86 કરોડના ખર્ચે આ કામ પૂર્ણ કરવામાં આવશે. આમ, રામસાગર તળાવ ખાતે શ્રીરામજીની પ્રતિમા ઊભી કરવાની સાથે સાથે સીતા સાગર અને લક્ષ્મણ સાગર તળાવની પણ કાયાપલટ આગામી સમયમાં કરવામાં આવશે.