અયોધ્યામાં શ્રીરામ મંદિરમાંં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ લાઈવ નિહાળવા એલઈડી સ્કીન મુકવામાં આવી

  • ગોધરા રામમય બન્ય મોડી સાંજે ભવ્ય શોભાયાત્રા યોજવામાંં આવી.
  • અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિધી પુરી થતાં ફટાકડા અને મીઠાઈ ખવડાવી ખુશી વ્યકત કરતાં ગોધરાના નગરજનો.

ગોધરા,ગોધરા શહેર અયોધ્યા રામ મંદિરમાંં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામમય બન્યું છે. શહેરના રામસાગર તળાવ કિનારે હોળી ચકલા પાસે ધારાસભ્ય, સાંસદ તેમજ ગોધરાના શહેરીજનો સાથે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું એલઈડી સ્કીન મુકીને લાઈવ નિહાળી હતી.

અયોધ્યા શ્રીરામ મંદિરમાંં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ભકિતમાં રામમય બન્યુંં છે. ત્યારે ગોધરા શહેર પણ અયોધ્યામાંં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામમય બન્યું છે. શહેરના મંદિરો અને રાજમાર્ગોને કેસરીયા રંગ શણગારવામાં આવ્યા છે. સાથે લાઈટીંગ થી શહેર રામમય બન્યું છે. આજરોજ 12.39ના વિજય મુર્હતમાં અયોધ્યામાંં પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મીક વિધિ વિધાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર હોય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લાઈવ નિહાળવા માટે ગોધરા હોળી ચકલા રામસાગર તળાવ કિનારે એલઈડી સ્કીન મુકીને નિહાળ્યો હતો. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગને નિહાળવા માટે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, સાંસદ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોડી સાંજે અયોધ્યામાંં રામલલ્લાનું ભવ્ય મંદિર અને મંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે. ત્યારે આ ઉત્સાહને લઈ ગોધરામાં મોડી સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના રાજમાર્ગો ઉપર થઈને તળાવ રામજી મંદિર ખાતે શોભાયાત્રા પુરી થઈ હતી.