મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો : પોલીસે 10 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા.

મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો

  • મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો 
  • બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી
  • કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો

ભારતનો દરેક નાગરિક 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના અભિષેક સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસે ભગવાન રામ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. આ માટે 16 જાન્યુઆરીથી પ્રાણ-પ્રતિષ્ઠા અંતર્ગત અનેક કાર્યક્રમો અને પૂજાનો પ્રારંભ થયો છે. ત્યારે હાલમાં દેશભરમાં દરેક જગ્યાએ વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુંમાં ભગવાન રામની યાત્રામાં પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વિવિધ ધાબા પરથી આ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલિસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેના બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.