રાંચી, દેશમાં ઈડી ૨૦ જાન્યુઆરીએ મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરશે. મુખ્યમંત્રીને પૂછપરછને લઈને ઈડીએ રાજ્યના પોલીસ હેડક્વાર્ટરને પત્ર લખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે. ઈડીના અધિકારીઓ મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે તેમની રહેણાંક ઓફિસમાં પૂછપરછ કરવા જશે. અધિકારીઓને પૂછપરછ માટે સમસ્યાનો સામનો ના કરવા પડે અને કાયદો અને વ્યવસ્થા ના ખોરવાઈ જાય માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના આદેશ આપ્યા.
ઈડીના પત્ર બાદ ઝારખંડ પોલીસ હેડક્વાર્ટર પણ એક્શનમાં છે. રાંચીમાં ૨૦ જાન્યુઆરીએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ મુખ્ય સચિવ એલ ખ્યાંગટેએ ગુરુવારે આ મુદ્દે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને સૂચનાઓ આપી.
મુખ્યમંત્રી હેમંત સોરેને ઉપરાંત રામનિવાસ યાદવની ED ના સાક્ષીને ધમકાવવાના કેસમાં પણ પૂછપરછ થવાની છે. ૩ જાન્યુઆરીએ, ED એ ગેરકાયદેસર માઇનિંગ કેસમાં ૧૨ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. જેમાં સાહિબગંજમાં રામનિવાસ યાદવની કેમ્પ ઓફિસમાંથી ૨૧ કારતૂસ, પાંચ કિઓસ્ક અને ૭.૨૫ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઈડી તેની કારતુસથી લઈને પૈસાના સ્ત્રોત સુધીની તમામ બાબતો અંગે પૂછપરછ કરશે.
રાંચીમાં સેના દ્વારા કબજે કરાયેલી ૪.૫૫ એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણના કેસનો પર્દાફાશ કરવા માટે, ઈડ્ઢએ રાંચીના બડગઈ વિસ્તારના રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરી હતી. જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રીની પૂછપરછ થવાની છે. ED એ શનિવારે મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ભાનુ પ્રતાપ પ્રસાદના ઘરેથી મોટી માત્રામાં સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેના મોબાઈલમાંથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઈડી દસ્તાવેજોની ચકાસણી અને તેમની સાથે સંબંધિત તથ્યોની ચકાસણીને લઈને મુખ્યમંત્રીની પૂછપરછ કરી રહી છે. ઈડીએ આ મામલામાં પૂછપરછ માટે મુખ્યમંત્રીને સાત વખત સમન્સ પાઠવ્યા હતા. ઈડીના આઠમા સમન્સ પર મુખ્યમંત્રીએ ED ને પૂછપરછ માટે ૨૦ જાન્યુઆરીનો સમય આપ્યો છે.