છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોના મોત

  • રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮૦ થી વધુ લોકોના મોત થયા છે.

ઇમ્ફાલ, મણિપુરમાં જાતિય હિંસા વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ગુરુવારે સાંજે લગભગ ૪ વાગ્યે બિષ્ણુપુર જિલ્લાના બિષ્ણુપુર પોલીસ સ્ટેશન હેઠળના નિંગથોખોંગ ખા ખુનાઉ ખાતે સશસ્ત્ર માણસોએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ગોળી મારી દીધી હતી. મળતકોની ઓળખ ઓઈનમ બમોનજાઓ, તેના પુત્ર ઓઈનમ મનિતોમ્બા અને થિયામ સોમેન તરીકે થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છ અન્ય લોકો પણ ઘાયલ થયા છે. આ હત્યાઓ બાદ, રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નિંગથોખોંગ માર્કેટમાં અને તેની આસપાસ તણાવ પ્રવર્તી રહ્યો હતો. એ જ રીતે, ૨૬ વર્ષીય મેઇતેઈ ગામ સંરક્ષણ સ્વયંસેવકઁ, જેની ઓળખ તકેલલંબમ મનોરંજન તરીકે થઈ હતી, બુધવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કંગચુપમાં થયેલા હુમલામાં માર્યા ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ત્રણેય માણસો રાજ્ય સરકાર સંચાલિત નિંગથોખોંગ પાણી પુરવઠા યોજનાની મીની પાણીની ટાંકીમાંથી પાણી લાવી રહ્યા હતા, ત્યારે લગભગ પાંચ અજાણ્યા સશષા માણસોએ ત્રણેય ગ્રામજનોને રોકયા અને નજીકથી ગોળી મારી હત્યા કરી દીધી. અપરાધ કર્યા પછી, હત્યારાઓ ચુરાચંદપુર જિલ્લાની હદમાં નજીકની ટેકરી તરફ ભાગવામાં સફળ થયા.

માર્યા ગયેલા ગ્રામજનોના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇમ્ફાલની રિમ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. હત્યાઓને પગલે, રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નિંગથોખોંગ માર્કેટમાં અને તેની આસપાસ તણાવ -વર્તી રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ, જેમાં મોટાભાગની મહિલાઓ હતી, ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો. દરમિયાન ત્રણેય લોકોની હત્યા સામે સંયુક્ત કાર્યવાહી સમિતિની રચના કરવામાં આવી રહી છે. બુધવારથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હિંસાની ઘટનાઓમાં બે પોલીસ કમાન્ડો સહિત સાત લોકો માર્યા ગયા છે. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા અટકી રહી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮૦ થી વધુ લોકોના મોત થયા છે.

મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે હિંસાગ્રસ્ત મોરેહ શહેરમાં રાજ્ય પોલીસના ત્રણ કમાન્ડો યુનિટની તૈનાતી પૂરતી નથી, જેના કારણે સુરક્ષા દળો આતંકવાદીઓ દ્વારા હિંસાનો શિકાર બની રહ્યા છે. સિંહે કહ્યું કે સુરક્ષા દળો પરના તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને, ત્રણ કમાન્ડો યુનિટને સરહદી શહેરના અન્ય વિસ્તારોમાં શિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંહે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓએ મોરેહમાં ત્રણ સ્થળોએ કમાન્ડોની પોસ્ટને નિશાન બનાવી હતી. વિચાર-વિમર્શ બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કમાન્ડો એકમો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત હોવાને કારણે યોગ્ય કાર્યવાહી કરી શકયા નથી. અમે એકમોને શહેરના ઊંચા વિસ્તારોમાં શિટ કરવાનું નક્કી કર્યું છે, જ્યાં સુરક્ષા દળો અસરકારક રીતે આતંકવાદીઓનો સામનો કરી શકે. સિંહે કહ્યું કે ગુરુવારે સાંજે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીએસએફની એક ટુકડી, સેનાની બે ટુકડીઓ અને ચાર કેસ્પર વાહનો સહિત સૈનિકો મોરેહ પહોંચી ગયા છે. તેમણે જણાવ્?યું કે આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું એક હેલિકોપ્ટર પણ વિસ્તારમાં પહોંચી ગયું છે.