ગીર સોમનાથ: કેસર કેરીના ઇજારેદાર અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. સામાન્ય રીતે ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેસર કેરી ઝાડ પર ફલાવરિંગ આવી જતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ફલાવરિંગ ઓછા પ્રમાણમાં આવ્યું છે અને જે ફ્લાવરિંગ થયું છે તેમાં પણ ડબલ ઋતુના કારણે ઈયળ સહિતનો ઉપદ્રવ થતા કેસર કેરીના ખેડૂતો અને ઈજારદારો મુશ્કેલીમાં મુકાયા છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેનું નામ સાંભળતા મો માં પાણી આવી જાય. પરંતુ આજ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો અને ઇજારેદાર ચાલુ વર્ષે મોટી ચિંતામાં મુકાયા છે, કારણ કે સામાન્ય રીતે ડીસેમ્બર માસથી જાન્યુઆરી સુધીમાં કેસર કેરીના ઝાડ (આંબા) પર ફ્લાવરિંગ આવી જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40% જ કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું છે. જોકે હજુ પણ આ મહિનાના 15 દિવસ સુધીમાં ફ્લાવરિંગ આવવાની સંભાવના છે. અને જો તેમ છતાં ફ્લાવરિંગ પૂરતા પ્રમાણમાં ન આવ્યું તો કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર કહી શકાય. કારણ કે જે કેસર કેરીના ઝાડ પર જે ફ્લાવરિંગ આવ્યું છે, તેમાં પણ કેસર કેરીના ખેડૂતો અને ઇજારદારો મોટી મુશ્કેલી બેઠી રહ્યા છે. જેનું કારણ છે રાત્રે ઠંડી અને દિવસે તડકો એટલે કે રાત્રે શિયાળો અને દિવસના ઉનાળો, ચાલુ વર્ષે શિયાળા એ કંઈક આવો જ રંગ બતાવ્યો છે.
માત્ર બે થી ત્રણ રાઉન્ડ ઠંડીના આવ્યા છે સાથે જ ગુજરાતમાં એકાદ બે માવઠાઓ પણ આવ્યા છે. જેના કારણે કેસર કેરીના ઝાડને ઋતુ માફક ન આવતા ઓછું ફ્લાવરિંગ આવ્યું છે. અને જે આંબા પર ફ્લાવરિંગ આવ્યું છે તે બગીચાઓમાં ઈયળ, થ્રીપસ, અને મઘ્યો જેવી જીવાતોના ઉપદ્રવના કારણે હાલ ગીરની પ્રખ્યાત કેસર કેરીના ખેડૂતો અને ઇજારદારો મોટી ચિંતામાં મુકાયા છે. બીજી તરફ જોવા જઈએ તો છેલ્લા બે ચાર વર્ષથી ગીરની પ્રખ્યાત કેસર કેરીને વાતાવરણ માફક ન આવતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે અને ખેડૂતોના મતે અનેક દવાઓનો છંટકાવ કરવા છતાં પરિણામ યોગ્ય મળતું નથી અને જો આવું જ રહ્યું તો નાળિયેરમાં સફેદ માખીના ઉપદ્રવ વધતા જે રીતે નાળિયેરના બગીચાઓ નષ્ટ થવા લાગ્યા છે. તેમજ કેસર કેરીના બગીચાઓ પણ નષ્ટ થઈ જશે. જેની ચિંતા કૃષિ નિષ્ણાતને પણ સતાવી રહી છે.
જોકે આમ છતાં કૃષિ નિષ્ણાતો આંબાના બગીચાઓમાં આવેલા ફલાવરિંગને બચાવવા માટે ખેડૂતોને કેટલીક ભલામણ કરી રહ્યા છે. અને વાતાવરણની પ્રતિકોણ અસરને કૃષિ નિષ્ણાત પણ માની રહ્યા છે. એટલે જમીન ભીની રહેવાની લીધે જે જમીન ખેંચાવી જોઈએ અને એના લીધે મૂળમાં ખેંચ આવવી જોઈએ. તે ન આવતા આ પરિસ્થતિ નિર્માણ પાણી હોવાનું કહી રહ્યા છે. આ સમસ્યાઓ દર વર્ષે આમ તો થોડા ઘણા અંશે આવતી હોય એના નિરાકરણ માટે ખેડૂત મિત્રોને ખાસ કરીને અત્યારે જે દવાઓનો ડોઝ, જંતુનાશક દવા કરવામાં આવે તો રોગ જીવાત પર ખૂબ સારું નિયંત્રણ કરી શકાય.