બિગ બોસ ૧૭ના ૩ કન્ફર્મ ફાઇનલિસ્ટ! આ સ્પર્ધક વિજેતાની ટ્રોફી હાથમાં ઉપાડી શકે છે

મુંબઇ, બિગ બોસ ૧૭નો ફિનાલે ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થશે. શોનો છેલ્લો એપિસોડ રવિવારે કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. શોનો છેલ્લો એપિસોડ રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે. જો તમે ઓટીટી પર બિગ બોસ ૧૭ ફાઈનલ જોવા માંગો છો તો, જીયો સિનેમા એપ પર ફિનાલે જોઈ શકશો.

બિગ બોસ ૧૭ની ગ્રાન્ડ ફિનાલે ૨૮મી જાન્યુઆરીના રોજ યોજાશે. બિગ બોસમાં વિનર સ્પર્ધકને લાખો રુપિયાના ચેકથી નવાજવામાં આવે છે. આ વખતે આ ૩ સ્પર્ધકોના નામ ફાઈનલની રેસમાં છે.

બિગ બોસ ૧૭ સીઝન તેના છેલ્લા પડાવ પર આવી ગઈ છે. શોમાં હવે ૭ સ્પર્ધક જોવા મળી રહ્યા છે. જેમાંથી ૫ સ્પર્ધક ફાઈનલ સુધી પહોંચશે. ત્યારબાદ આ ૫માંથી કોઈ એક સ્પર્ધક બિગ બોસની ફાઈનલ ટ્રોફી હાથમાં ઉઠાવશે. મોટી પ્રાઈઝ મની પણ જીતશે.

બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ૨૮ જાન્યુઆરીના રોજ છે. આ સાથે જ બિગ બોસ ૧૭ની સીઝન પુરી થશે અને બિગ બોસને તેનો વિજેતા સ્પર્ધક મળી જશે. વિજેતા સ્પર્ધકો પર પૈસાનો વરસાદ થશે. મીડિયા રીપોર્ટ અનુસાર વિજેતા ખેલાડીને ૩૦ થી ૪૦ લાખ રુપિયાનો ચેક આપવામાં આવશે.

બિગ બોસ ૧૭ જીતની રેસમાં હાલમાં જો કોઈ આગળ જોવા મળી રહ્યું છે તો તે છે અંક્તિા લોખંડે, અભિષેક કુમાર અને મુનાવર ફારુકી છે. આ માંથી કોઈ ૨ સ્પર્ધકની વાત કરીએ તો અંક્તિા અને મુનાવર ફારુકી બંન્નેમાંથી કોઈ એક સ્પર્ધક ટ્રોફી જીતી શકે છે.

શોના ટોચના સ્પર્ધકો વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં અંક્તિા લોખંડે, વિકી જૈન, મુનાવર ફારુકી, મન્નારા ચોપરા, ઈશા માલવિયા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીનો સમાવેશ થાય છે.