બોટાદ લઠ્ઠાકાંડને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

  • કથિત લઠ્ઠાકાંડને લઇ CM ભૂપેન્દ્ર પટેલની બેઠક
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી ,મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે ઉપસ્થિત
  • અપાઈ શકે મોટા આદેશ

ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાથી 30થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને ચોતરફ ચર્ચા શરૂ થઈ છે ત્યારે સમગ્ર મામલે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને સાંજે ગાંધીનગરમાં એક ખાસ બેઠક બેલાવી છે.

બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને અન્ય કેટલાક સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 કલાકે ગાંધીનગર ખાતે ખાસ બેઠક બોલાવી છે. 

મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,મુખ્ય સચિવ, રાજ્યના DGP, આરોગ્ય અધિક મુખ્ય સચિવ સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ગત મોડી સાંજે બનેલ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને મંથન કરવામાં આવી શકે છે. 

આજે સવારે મુખ્યમંત્રીએ કડક તપાસના આપ્યા હતા આદેશ 

બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે,  બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે.  

ઘટનાને પગલે  SIT ની રચના કરવામાં આવી

આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.