કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્યે સી જે ચાવડાએ રાજીનામું આપી દીધું

ગાંધીનગર, લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભંગાણ પડયું છે કોંગ્રેસના એક વરિષ્ઠ ધારાસભ્ય રાજીનામું આપ્યુ છે લોક્સભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આયારામ ગયારામ ચાલુ છે. અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

આ પહેલા આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતુ, જે પછી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ હતુ.હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી જે ચાવડા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડા વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

સી જે ચાવડા કોંગ્રેસના ખૂબ જ સીનીયર નેતા છે. વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડા વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સી જે ચાવડાએ હંમેશા વિપક્ષમાં રહીને સરકાર ઉપર સવાલો ઊભા કરેલા છે અને પોતાની વાત મક્કમતાથી મુકેલી છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પહેલી વાર પોતાની બેઠક બદલી હતી. અત્યાર સુધી તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તેઓ વીજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં કોંગ્રેસમાંથી ૧૭ ધારાસભ્ય ચૂંટાયા હતા. જે પૈકી દિગ્ગજ નેતા સી જે ચાવડા એક છે.તેઓ સરકાર સામે વિપક્ષ તરીકે મકક્મતાથી પોતાની વાત મુક્તા આવ્યા છે, જો કે હવે તેમણે પણ કોંગ્રેસમાંથી છેડો ફાડયો છે. સી જે ચાવડાએ ગુજરાત વિધાનસભા પહોંચીને વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું

લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્ય ઓછા થઇ જશે.આગામી સમયમાં હજુ પણ બીજા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.