હાલોલના સોનાવીટી ગામે પિતાએ કામ ધંધા માટે ઠપકો આપતા નાના પુત્ર અર્જુને પિતા ઉપર ધાતક વાર કરી હત્યા કરી નાખતાં કળીયુગી પુત્ર સામે ફિટકાર

હાલોલ, હાલોલ તાલુકાના સોનાવીટી ગામે પિતાએ કામ ધંધો નહિ કરતા પુત્રને ઠપકો આપતાં પુત્ર ઉશ્કેરાઈ જઈ ગુસ્સામાં આવી પિતાને પશુઓને બાંધવાના ડેરા વડે માથાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે ખસેડતા સારવાર મળે તે પહેલા મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પિતાના હત્યારા પુત્ર વિરૂદ્ધ પોતાના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના સોનાવીટી ગામે રહેતા સોમાભાઇ મનસુખભાઈ નાયક (ઉ.વ.65)ના બે પુત્રો પૈકી મોટા પુત્ર દશેલા ગામે ખેત મજુરી કરતો હોય જ્યારે નાનો પુત્ર અર્જુન નાયક જે પિતા સાથે રહેતો હોય અને કોઈ કામ ધંધો કરતો ન હોવાથી વારંંવાર પિતા સાથે ઝગડો કરતા હોય પિતા સોમાભાઈએ પુત્ર અર્જુનને કોઈ કામ ધંધકો કરવા માટે ઠપકો આપ્યો હતો. જેને લઈ પુત્ર અર્જુન નાયક ગુસ્સામાં આવી ઉશ્કેરાઈ જઈને પોતાના પિતા સોમાભાઇ નાયક ઉપર પશુઓના ગળામાં બાંધવામાં આવતાં ડેરા વડે પિતાના માથા ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહી લુહાણ હાલતમાં પડયા છે. તેવી મોટા પુત્ર દિનેશને ફોન ઉપર જાણ થતાં ધરે દોડી આવ્યો પરંતુ નાનાભાઈ એ કરેલા ધાતક હુમલામાં લોહીલુહાણ પિતા ધરમાં મળ્યા ન હતા અને જાણ થઈ હતી કે કામ આગેવાનો પિતા સોમાભાઇ નાયકને 108 મારફતે સારવાર માટે હાલોલ રેફરલમાં લઈ જતાં સારવાર માટે તે પહેલા કળીયુટી પુત્રના ધાતક હુમલાથી પિતાનું મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે હાલોલ પોલીસ મથકે મોટાપુત્રએ અર્જુન નાયક વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે 302 અને જી.પી.એકટ 135 મુજબનો ગુનો નોંધી આરોપી પુત્રને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.