ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે કુણ નદીને અડીને ગૌચર જમીન માંથી ગેરકાયદેસર ખનન કરતાં હોવાથી જાણ થતાં ખાણ-ખનિજ વિભાગે જગ્યાની માપણી શરૂ કરી

શહેરા, ગોધરા તાલુકાના ધાણીત્રા ગામની કુણ નદીના અડીને આવેલી ગૌચર જમીનમાં બિનઅધિકૃત ખનન થતાં ગામના અગ્રણી દુષ્યંત ચૌહાણ એ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમએ ખોદકામ થયેલ જગ્યાની માપણી કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગોધરા તાલુકાના ધાણીત્રા ગામ ખાતે કુણ નદીના પટમાં આવેલી ગૌચર જમીન માંથી રેતી કાઢીને ગેરકાયદે ખનન થઈ રહયું હોવાથી આ ગામના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણએ ગામના જાગૃત ગ્રામજનોને સાથે રાખીને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ખનીજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ અને તેમની ટીમ એ આ ગામના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ અને જાગૃત ગ્રામજનોને સાથે રાખીને કુણ નદીના પટમાં આવેલી ગૌચર જમીન પહોંચી જઈને માપણી કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહએ જણાવ્યું હતું કે, જાગૃત ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને આ ગૌચર જમીનમાં થયેલ બિનઅધિકૃત ખનનને લઈને માપણી કરવામાં આવી છે. આજ ગામના મિતેશ પરમાર અને અમિત પરમારને આને લઈને નોટીસ આપવામાં આવનાર છે. જે રીતે જાગૃત ગ્રામજનોના જણાવ્યા અનુસાર નદીકિનારાના અડીને નવ હેક્ટર જમીન ગૌચરની આવેલી છે અને અમુક ગૌચર જમીનમાંથી ગેરકાયદે રેતી કાઢીને ખનીજ ચોરો મોટી રકમ કમાઈને જમીનમાં મસમોટા ખાડાઓ પાડી દીધા હતા. કુણ નદીમાં અને આ ગૌચર જમીનમાં થતી ખનીજ ચોરી અટકે અને ખનીજચોરો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં એવી ગામના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ સહિત જાગૃત ગ્રામજનોની માંગ છે.