ગોધરા, પંચમહાલ જીલ્લા વકીલ મંડળ દ્વારા 3000 નંગ પ્રસાદીના બોક્ષ અને હનુમાન ચાલીસાનો વિતરણનો કાર્યક્રમ રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થનારી ભવ્ય ઉજવણી.
તા.22/1/2024ના રોજ અયોધ્યાજી ખાતે શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણી થનાર છે. તેના ભાગરૂપે પંચમહાલ જીલ્લા વકીલ મંડળ દ્વારા પણ સૌ વકીલ મિત્રોના સહયોગ થી ભવ્ય થી અતિ ભવ્ય ઉજવણી થનાર છે. જેમાં અંદાજીત 3000 નંગ પ્રસાદીના બોક્ષ તથા હનુમાન ચાલીસાનું વિતરણ કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવશે. તેવું પંચમહાલ જીલ્લા વકીલ મંડળના પ્રમુખ ચિરાગભાઈ પરીખએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.