રિપોર્ટર દ્વારા કરાયું છાબ તળાવમાં રિયાલિટી ચેક

દાહોદ, દાહોદમાં છાબ તળાવ ખાતે રિપોર્ટર વિનોદ પંચાલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. દાહોદના છાબ તળાવ વહેલી સવારે રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ગાર્ડનમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે આવ્યા હતા. શાળાના બાળકો સાથે શિક્ષકો પણ જોવા મળ્યા હતા. દાહોદનું સ્માર્ટ સિટી અંતર્ગત છાબ તળાવ બનાવવામાં આવ્યું. છાબ તળાવમાં દરેક પ્રકારની બોર્ડરાઇડીગ કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ગઈકાલ બનેલ ઘટના બાદ છાબ તળાવની એજન્સી દ્વારા તમામ રેસ્ક્યુ બોટ અને તમામ ઉપકરણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરામાં બનેલી ગોજારી ઘટના બાદ એજન્સી સતર્ક જોવા મળી રેસ્ક્યુ બોટ માં ખામી હોવાના કારણે તમામ લોકો માટે બોટ રાઇડિંગ બંધ કરી દેવામાં આવી છે.

રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેક દરમિયાન રાઇડિંગ બંધ જોવા મળી બોટ રાઇટિંગના બહારના ડિપાર્ટમેન્ટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું. અમુક ટેકનિકલ કારણોસર આ રાઇટીંગ બંધ કરી દેવામાં આવી છે. તેવું બોર્ડ બહાર ખાતે મારવામાં આવ્યું. રેસ્કયું બોટમાં ખામી હોવાના કારણે બીવીજી એજન્સી દ્વારા સત્વરે પગલા લઈને બોટ રાઇટીંગ બંધ કરી દેવામાં આવી. દાહોદ ખાતે મોટી સંખ્યામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની પ્રવાસીઓ છાપ તળાવ ખાતે આવતા હોય છે. ત્યારે છાપ તળાવ ખાતે બોર્ડ રાઇડિંગ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તેને લઈને દાહોદ છાબ તળાવ ખાતે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.