જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ ગોધરા ખાતે બેડમીન્ટન જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

ગોધરા, રાજ્યનાં યુવાનોને સર્વાંગી વિકાસ થાય તેમજ યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભ શરૂ કર્યો હતો. આજરોજ જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવેલ.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એ.બી.પરમારે જણાવ્યું કે, રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે ખેલ મહાકુંભ મુખ્યમંત્રી દ્વારા ખેલમહાકુંભ 2.0 નું લોન્ચ કરવામાં આવ્યું હતું અને રાજ્યના ખેલાડીઓને પડતી મુશ્કેલી સરકાર દૂર કરી રહી છે. વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાતમાં આજથી દશકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બની ગયું છે. આજે રાષ્ટ્રીયકક્ષાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતમાં ખેલાડીઓ રમે છે. ગુજરાતના રમતવીરો હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા સ્પોર્ટ્સ કોપલક્ષના કોચ પસાયાજી, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહ્યા.

આ કાર્યક્ર્મ શરૂ કરતાં પહેલાં વડોદરા ખાતે શાળાના બાળકો સાથે થયેલ દુ:ખદ બનાવ પ્રસંગે મૌન પાડી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી.