હાલોલ,અયોધ્યામાં ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિર ખાતે સવંત 2080 પોષ સુદ બારસને સોમવારના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાંં આમંત્રિત હાલોલ કંજરી ગામના રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થયા હતા. કંજરી ખાતે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
હાલોલ કંજરી ગામેથી મહંત રામશરણદાસજી મહારાજની શોભાયાત્રા હાલોલ થઈ જયોતિ સર્કલ સુધી પહોંચી હતી. શોભાયાત્રાનું મહંત રામશરણદાસજી મહારાજનુંં ઠેરઠેર સ્વાગત કરાયું હતું. અયોધ્યા જવા રવાના થયેલ મહંત રામશરણદાસજી માટે યોજાયેલ શોભાયાત્રામાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા.