- વર્ષ ૨૦૧૦ થી ભરતી નહીં થતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધારમય.
- ગુજરાતમાં વિષય શિક્ષકોની ભરતી નહીં થતાં અનેક બેકારો.
ગોધરા,
પંચમહાલ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૯ થી વ્યાયામ તથા કલા શિક્ષકોની ભરતી નહી કરીને શિક્ષણને નુકશાન પહોંચી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાના ભાગરૂ પે ગોધરામાં બેકાર તથા અર્ધશિક્ષિત ઉમેદવારો પહોંંચ્યા હતા.
ગુજરાત વ્યાયામ તથા કલાસંધની લડત આગળ વધતી જાય છે. તેઓએ જીલ્લાકક્ષાએ આવેદનપત્ર આપવાની કામગીરી શરૂ કરી છે. જેના ભાગરૂપે શુક્રવારે પંચમહાલમાં આવેદનપત્ર ગોધરામાં પહોંચીને સુપ્રત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯ થી વ્યાયામ તથા કલા વિષયના શિક્ષકોની ભરતી કરાઈ નથી. ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ અને રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વર્ષ ૨૦૧૦ થી વારંવાર રજુઆત કરવા છતાં સરકારે આમ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. દરેક શાળામાં અને દરેક વિષયમાં શિક્ષકોની નિમણૂંક કરવાની થાય છે. નવી નીતિ પ્રમાણે આ વિષયોને સ્થાન અપાયું છે. તેમ છતાં ન્યાય આપવામાં આવ્યો નથી. તો પછી શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ધો. ૧ થી ૧૨માં આ વિષયોને દાખલ કરવામાં આવે તો તાલીમ પામેલા ડિપ્લોમાં ઉમેદવારોને નોકરી મેળવી શકે તેમ છે. વર્ષ ૨૦૦૯માં નીતિ હતી. તેમ કેન્દ્રીય પદ્ધતિ મુજબ ન કરે તો નવી નીતિ બનાવવી જોઈએ કોઈને કોઈ બ્હાનું કાઢીને આ વિષયના શિક્ષકોની નિમણુંક કરાતી નથી. એમાં બાળકોનો શું વંાક છે. બાળકોની માનસિક વિકાસ વિકસાવતો કલા તથા વ્યાયામ વિષયથી વંંચિત રાખવાનું શું કારણ છે. અન્ય રાજ્યમાં આ વિષયોને ફરજીયાત ગણીને નિયમિત પણે શિક્ષકોની ભરતી કરીને પગાર પણ કરાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આ વિષયોના શિક્ષકોની બાદબાકી કરાઈ રહી છે. આજે સરકારી તથા ખાનગી શાળાઓમાં આ બંન્ને વિષયોના શિક્ષકોની ભરતી કરાઈ નથી. ત્યારે વર્ષોથી પંચમહાલ તથા ગુજરાતના ઘણા તાલુકાઓમાં બેકાર શિક્ષકો વિષયોમાં ભરતી કરવાની આશા અંગે મીટ માંડીને બેઠા છે.