પુત્ર બન્યો પિતાનો હત્યારો : હાલોલના સોનાવીંટી ગામે પિતા દ્વારા પુત્રને ઠપકો આપતા પિતાની કરી હત્યા.

હાલોલ તાલુકાના ઊંડાણવાળા વિસ્તાર સોનાવીંટી ગામે કામકાજ ન કરતા પુત્રને ઠપકો આપતા પિતાનું પુત્રએ ઢીમ ઢાળી દીધું હતુ. આ બનાવની જાણ મોટા પુત્રને થતા તેણે નાનાભાઈ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કલિયુગના શ્રવણે પિતાને તોફાની પશુને ગળે બાંધવામાં આવતા ડેરા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર સોનાવીંટી ગામે ગઈકાલે સાંજે પુત્રના હાથે પિતાની હત્યા થઈ હોવાની ઘટના એ ચકચાર મચાવી છે. ગામના ખેતીકામ અને મજૂરીકામ કરતા પરિવારના સોમાભાઈ મનસુખભાઇ નાયક (ઉં.વ.65, રહે.સોનાવીંટી મંદિર ફળિયું, તા. હાલોલ, જિ. પંચમહાલ)ના બે પુત્રો પૈકી મોટા પુત્ર રિતેશ નાયક પરિવાર સાથે દશેલા ગામે ખેત મજૂરી કરે છે. જ્યારે નાનો પુત્ર અર્જુન નાયક પિતા સાથે ઘરે રહેતો હતો. જે કંઈ જ કામધંધો કરતો ન હોવાથી વારંવાર આ અંગે પિતા સાથે ઝગડો કર્યા કરતો હતો.

ગામમાં દુકાન ચલાવતા રણજીતભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, તેમને સોમાભાઈના ઘરે બનેલી ઘટના અંગે જાણ થતા જ તેઓએ 108 બોલાવી અને સોમાભાઈને હાલોલ દવાખાને સારવાર અર્થે લાવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટોરે સોમાભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાથી પરિવાર પર આભ તુટી પડ્યું છે. હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.સોમાભાઈ નાયકના મોટા પુત્ર રિતેશ નાયકે આરોપી એવા તેના નાનાભાઈ અર્જુન નાયક સામે હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અર્જુન નાયક વિરુદ્ધ આઈ.પી.સી.કલમ 302 અને જી.પી. એક્ટ 135 મુજબ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.