શનિવારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

varasad bhare

રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ચૂકયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોધાવ્યો છે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે હવે વરસાદનું બીજો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે જેમાં મધ્યગુજરાત, ઉત્તરગુજરાતમાં લો પ્રેશર સક્રિય થશે અને શનિવારે અમદાવાદ, ગાંધીનગર ,મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં લો પ્રશેર શુક્રવારે રાતથી શરૂ થઇ જશે અને શનિવારે અમદાવાદને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે જોકે કાલથી ફરી વરસાદનું જોર વધશે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્રારા મહેસાણા ,પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર,ખેડા,સાણંદ, સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની વકી વ્યકત કર્યો છે હજુ 23 જુલાઇ થી 25 જુલાઇ માછાીમારોને દરિયા ન ખેડવા સૂચનો આપ્યા છે ચોમાસાની ગુજરાત શરૂઆત થઇ છે તે પહેલા નદી નાળાઓ ડેમામો પાણીની નવા નીરથી છલકાઇ ઉઠ્યા છે સાથોસાથ શહેરો ગામડાઓના રસ્તો તૂટવાનો સિલસિલો પણ યથાવત જોવા મળ્યુ હતુ અને ખેતરો નદીમાં ગરકાવ જોવા મળ્યા હતા અને આવતીકાલે ફરીથી ગુજરાતમાં માટે ભારે માનવામાં આવી રહ્યો છે