ભારત જોડો ન્યાય યાત્રા: ભાજપ અને આરએસએસ નફરત ફેલાવી રહ્યા છે અને જનતાના પૈસા લૂંટી રહ્યા છે,રાહુલ ગાંધી

શિવસાગર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે હિમંતા વિશ્ર્વ શર્માની આગેવાનીવાળી સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે ભારતમાં ’સૌથી ભ્રષ્ટ સરકાર’ કદાચ આસામમાં છે. નાગાલેન્ડથી ’ભારત જોડો ન્યાય યાત્રા’ આસામમાં પ્રવેશ્યા પછી તરત જ, ગાંધીએ શાસક ભાજપ અને આરએસએસની આકરી ટીકા કરી. ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ’દ્વેષ ફેલાવી રહ્યા છે અને જનતાના પૈસા લૂંટી રહ્યા છે’ તેમના સંબોધનમાં રાહુલે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.

શિવસાગર જિલ્લાના હેલોઈંગ ખાતે પાર્ટી કાર્યર્ક્તાઓને સંબોધતા ગાંધીએ કહ્યું, ’ભારતમાં સૌથી ભ્રષ્ટ સરકાર કદાચ આસામમાં છે. અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન આસામના મુદ્દા ઉઠાવીશું.મણિપુર પર બોલતા ગાંધીએ કહ્યું કે તે રાજ્યમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. મેઇતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ’આદિજાતિ એક્તા માર્ચ’નું આયોજન કર્યા પછી ગયા વર્ષે ૩ મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી. મેઇટી લોકો મણિપુરમાં લગભગ ૫૩ ટકા વસ્તી ધરાવે છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસીઓ – નાગા અને કુકી સમુદાયો – ૪૦ ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

ગાંધીએ કહ્યું, ’રાજ્યનું વિભાજન થયું છે અને વડાપ્રધાન મણિપુર પણ ગયા નથી. નાગાલેન્ડમાં ૯ વર્ષ પહેલા એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને લોકો હવે પૂછી રહ્યા છે કે તેનું શું થયું. આવી મુલાકાતોથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય તેવા ભાજપના નિવેદનનો વિરોધ કરતા ગાંધીએ કહ્યું કે ગયા વર્ષે ’ભારત જોડો યાત્રા’એ ’રાજકીય પ્રવચન’ બદલી નાખ્યું હતું. દેશના જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૬૭૧૩ કિલોમીટરની યાત્રા ૧૪ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને ૨૦ માર્ચે મુંબઈમાં પૂરી થશે. આ યાત્રા આસામમાં ૨૫ જાન્યુઆરી સુધી ચાલશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૫ રાજ્યોના કુલ ૧૧૦ જિલ્લામાંથી પસાર થશે.