કૅટરિનાની ’મેરી ક્રિસમસ’એ પાંચ દિવસમાં ૧૨.૬૮ કરોડનો બિઝનેસ કર્યો

મુંબઇ, કૅટરિના કૈફની ’મેરી ક્રિસમસ’ શુક્રવારે રિલીઝ થઈ છે. પાંચ દિવસમાં આ ફિલ્મે ૧૨.૬૮ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિન્દી અને તામિલમાં રિલીઝ થઈ છે. હિન્દી વર્ઝનમાં કૅટરિનાની સાથે વિજય સેતુપતિ, સંજય કપૂર, વિનય પાઠક અને ટીનુ આનંદ જોવા મળે છે. તામિલમાં સરથકુમાર, શણ્મુગરાજન, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ જોવા મળે છે.

‘મેરી ક્રિસમસ’ના હિન્દી વર્ઝને શુક્રવારે ૨.૪૫ કરોડ, શનિવારે ૩.૪૫ કરોડ, રવિવારે ૩.૮૩ કરોડ, સોમવારે ૧.૬૫ કરોડ અને મંગળવારે ૧.૩ કરોડની સાથે કુલ મળીને ૧૨.૬૮ કરોડનો વકરો કરી લીધો છે. આ એક હટકે ફિલ્મ હતી અને એને માઉથ પબ્લિસિટીની ખૂબ જ જરૂર હતી. જોકે આ ફિલ્મને એ ન મળતાં બૉક્સ-ઑફિસ પર એ આટલો જ બિઝનેસ કરી શકી છે.