આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

અમદાવાદ, આખરે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ છે. ૮.૪ ડિગ્રી તાપમાન સાથે આજે ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું છે. તો નલિયા ૯.૮, ડીસા ૧૦.૧, અમદાવાદ ૧૧.૧, વડોદરા ૧૨, રાજકોટ ૧૨.૪ ડિગ્રી તાપમાન રહ્યું. જોકે, હજી વધુ ઠંડી પડશે. આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ર્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી તાપમાન, જ્યારે કે નલિયામાં ૧૨.૮ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં ૧૧.૫ ડિગ્રી અને વડોદરામાં ૧૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં ૧૪.૮ ડિગ્રી અને સુરતમાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ર્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ર્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. ૨૪ થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ૧૭-૧૯ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ૧૯ ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. ૨૦ એપ્રિલથી વધુ અને ૨૬ એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.