ટાટા મુંબઈ મેરેથોનમાં ઓન-ગ્રાઉન્ડ અને વર્ચ્યુઅલ કેટેગરીમાં ૫૯૦૦૦થી વધુ દોડવીરો સહભાગી થશે

  • મેરેથોન ૨૧ જાન્યુઆરીને રવિવારે ભવ્ય છત્રપતિ શિવાજી મહારાજ પરથી શરૂ થશે

મુંબઇ, એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ટાટા મુંબઈ મેરેથોન (ટીએમએમ) ૨૧ જાન્યુઆરીને રવિવારે ભવ્ય છત્રપતિ શિવાજી મહારાજ પરથી શરૂ થશે, જેમાં ૫૬,૦૦૦થી વધારે સહભાગીઓ સામેલ થશે. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી વધુ ૨૯૦૦ દોડવીરો ટીએમએમ એપ મારફતે વર્ચ્યુઅલી આ મેરેથોનમાં સહભાગી થશે.

આ પ્રસિદ્ધ કાર્યક્રમે મેરેથોન કે દોડસ્પર્ધામાં ક્રાંતિ લાવી દીધી છે, જેણે આપણા દેશના આરોગ્ય, ફિટનેસ ક્ષેત્રને નવેસરથી પરિભાષિત કર્યું છે તથા નવી દિશા આપી છે. આ કાર્યક્રમની ૧૯મી એડિશનમાં દેશ એક્તાંતણે જોડાશે, કારણ કે મહાનગર ઉજવણીમાં ચેતનવંતુ થઈ જશે.

ટીએમએમ ૨૦૨૪એ તમામ કેટેગરીઓમાં દોડવીરોનો જબરદસ્ત પ્રતિસાદ મેળવીને તમામ માપદંડો તોડી નાંખ્યા છે. મેરેથોન  અમારી ફીચર રેસમાં પહેલી વાર સહભાગીઓનો આંકડો ૧૧,૦૦૦ થઈ ગયો છે. આ એ વાતનો પણ પુરાવો છે કે, છેલ્લાં બે દાયકામાં ફિટનેસના એક ભાગ તરીકે દોડ કેવી રીતે ભારતીયોનાં જીવનમાં વણાઈ ગઈ છે. રનિંગ શહેરી રમતમાં સૌથી વધુ ઝડપથી વિક્સતી કેટેગરી બની ગઈ છે.

આ વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસમાં અગાઉની રેસના ચેમ્પિયનો અને રેકોર્ડધારકો દોડવીરો ઇથિયોપિયાના હાયલે લેમી બર્હાનુ અને એક્ધિયાલેમ હેમેનોટ મુખ્ય આકર્ષણ બનશે. મેરેથોન રનિંગ આઇકોન મેબ કેલેઝિગી સાથે પોલ વોલ્ટમાં વર્તમાન ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન કેટી મૂન રવિવારે સવારે ઇવેન્ડ એમ્બેસેડર્સ તરીકે કાર્યક્રમની શાન વધારશે તેમજ દોડવીરો માટે નૈતિક અને પ્રેરકબળ બની જશે.

મહારાષ્ટ્ર સરકારનાં શિક્ષણ મંત્રી અને મુંબઈના ગાર્ડિયન મંત્રી દીપક કેસરકરે કહ્યું હતું કે, “ટાટા મુંબઈ મેરેથોન ભારતની શાન છે. આ મેરેથોન હોવાની સાથે એક સમાજોપયોગી ઉદ્દાત ઉદ્દેશ માટે માટેની પણ દોટ છે. આ કાર્યક્રમના આયોજકો ટાટા અને ટીસીએસ હોવા પર મુંબઈને ખરેખર ગર્વ છે. વિવિધ સંસ્થાઓને જે દાન મળે છે એ ખરેખર પ્રશંસનીય છે.

આ કારણે જ સખાવતી કે સમાજોપયોગી કાર્યોનો વારસો અક્ષુણ જળવાઈ રહ્યો છે. આપણે જે પ્રકારનું માળખું ધરાવીએ છીએ એ ઘણું બધું લંડન જેવું છે. આ દુનિયાભરમાંથી મેરેથોનમાં સામેલ થવા આવેલા તમામ સહભાગીઓ માટે અન્ય એક આકર્ષણ છે. હું આ કાર્યક્રમને આવકાર આપું છું અને અમે અમારી તમામ પ્રકારની મદદ કરી રહ્યાં છીએ. આપણા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેશે. અમે સ્લોગન ધરાવીએ છીએ, જે મુંબઈકર અને ભારતીયોનું હાર્દ છે.”

ટાટા સન્સના બ્રાન્ડ અને માર્કેટિંગના હેડ એડ્રિયન ટેરને કહ્યું હતું કે, “અમને ટાટા મુંબઈ મેરેથોન સાથે જોડાણ પર ગર્વ છે. આ એક એવો કાર્યક્રમ છે, જે રમતમાં ઉત્કૃષ્ટતા અને સામુદાયિક જુસ્સાનું પ્રતીક છે. મુંબઈકરો તથા ભારત અને દુનિયામાંથી ૫૬,૦૦૦થી વધારે સહભાગીઓ સાથે ટીએમએમ ૨૦૨૪ માનવીય અદમ્ય જુસ્સાને નોંધપાત્ર રીતે રજૂ કરશે. આ દરેક સહભાગીને પ્રેરિત કરશે, જેમાં ભદ્રજનોથી લઈને પહેલી વાર દોટ મૂકનાર દોડવીરો સામેલ છે. તેઓ અસાધારણ પ્રદર્શન કરવા તેમની અંદર રહેલી નવી ક્ષમતાને ઓળખશે. અમે તમામ સહભાગીઓને અમારી શુભેચ્છાઓ આપી છે અને આશા છે કે, તેઓ દોટનો સફળ અને યાદગાર અનુભવ મેળવશે.” ૪૦૫,૦૦૦ અમેરિકન ડોલરની ઇનામી રકમ ધરાવતા આ કાર્યક્રમનું નેતૃત્વ અગાઉની એડિશનના ચેમ્પિયન અને વર્ષ ૨૦૧૭માં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય  ગોપી ટી કરશે. ઉપરાંત રેસની સ્ટાર્ટ લાઇન પર વર્ષ ૨૦૨૦ના ચેમ્પિયન શ્રીનુ બુગાથા અને ૨૦૨૩ વસઈ વિરાર મેયર્સ મેરેથોનના વજેતા તીર્થ કુમાર પૂણ કરશે.

ગયા વર્ષે ઉપવિજેતા બનેલા આરતી પાટિલ પહેલી વાર રેસ જીતવા માટે દોટ મૂકશે તથા વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૯ના ઉપવિજેતા જિગ્મેટ ડોલ્માને પડકાર ફેંકશે. ભારતીય પુરુષ અને મહિલા મેરેથોનવિજેતાઓને રૂ. ૫૦,૦૦૦-રૂ થી લઈ ૫,૦૦,૦૦૦ સુધીની રકમ મળશે. એ ઉપરાંત કોર્સ રેકોર્ડ બોનસ પેટે રૂ. ૨,૦૦,૦૦૦નું પ્રોત્સાહન મળશે. હાફ મેરેથોન કેટેગરીમાં એશિયન રમતોત્સવ રજતચંદ્રકવિજેતા કાર્તિક કુમાર અને કાંસ્યચંદ્રકવિજેતા ગુલવીર સિંઘ મુખ્ય આકર્ષણ બનશે તથા તેઓ ટીએસકે ૨૫,૦૦૦ ૨૦૨૩ના વિજેતા સાવન બરવાલને પડકાર ફેંકશે.પ્રોકેમ ઇન્ટરનેશનલના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર વિવેક સિંહે કહ્યું હતું કે, “છેલ્લાં છ મહિના ટાટા મુંબઈ મેરેથોન માટે અસાધારણ રહ્યાં છે, કારણ કે અમે નોંધણીની સંખ્યામાં નવા રેકોર્ડ સર કર્યા છે. અમે રેસને સરળ બને એ સુનિશ્ર્ચિત કરવા રાજ્ય અને શહેરી સત્તામંડળો સાથે કામ કર્યું હતું તથા સહભાગીઓને રેસના દિવસે નવીન અને શ્રેષ્ઠ અનુભવ આપવા બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે.”