નવીદિલ્હી,દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ૨૨ જાન્યુઆરીના યોજાયેલા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી પોતાના પરિવાર સાથે અયોધ્યા જશે અને રામલલ્લાનાં દર્શન કરશે. દિલ્હી સરકારની શ્રદ્ધાળુ યોજના હેઠળ દ્વારકાધીશનાં દર્શને રવાના થતાં સિનિયર સિટિઝનોને મળ્યા પછી પત્રકારો સાથે વાત કરતાં કેજરીવાલે કહ્યું કે ’મને પત્ર મળ્યો, જેમાં જણાવ્યું હતું કે સુરક્ષાના કારણે માત્ર એક વ્યક્તિ (સમારોહ માટે) આવી શકશે.
દિલ્હીના મુખ્ય પ્રધાને જણાવ્યું કે ‘હું સહપરિવાર મારી પત્ની અને બાળકો સાથે રામલલ્લાનાં દર્શને જવા માગું છું. મારાં માતા-પિતા પણ રામલલ્લાનાં દર્શન કરવા આતુર છે. હું ૨૨ જાન્યુઆરીના સમારોહ બાદ મારી પત્ની, બાળકો અને માતા-પિતા સાથે જઈશ.’ અગાઉ જ્યારે પૂછવામાં આવ્યું કે કેજરીવાલ સમારોહમાં હાજરી આપશે કે કેમ તો દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે તેને એના વિશે કોઈ માહિતી નથી. તેણે કહ્યું કે ‘હું અયોધ્યા જવાનું મહત્ત્વ સમજું છું પણ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાય ત્યારે જ જવું જરૂરી નથી.