ઈડીએ આદિત્ય ઠાકરેની નજીકના વ્યક્તિની ધરપકડ કરી,ખીચડી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

મુંબઇ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના પર બીએમસી કોવિડ સેન્ટર ખીચડી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કેસ નોંયો હતો. બાદમાં, આ એફઆઇઆરના આધારે ઈડીએ પીએમએલએ હેઠળ કાર્યવાહી શરૂ કરી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈડીએ આ કેસ સાથે જોડાયેલા આરોપીઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂરજ ચવ્હાણને આદિત્ય ઠાકરેના ખૂબ નજીકના સહયોગી માનવામાં આવે છે. મંગળવારે ઠાકરે ગ્રુપની પ્રેસ કોન્ફરન્સમાં સૂરજ ચવ્હાણે પણ હાજરી આપી હતી. તેઓ આદિત્ય ઠાકરે સાથે હતા, પરંતુ ઈડીએ કથિત ખીચડી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરી છે. આ કેસમાં સૂરજ ચવ્હાણની પૂછપરછ થઈ ચૂકી છે, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સૂરજ ચવ્હાણની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ પહેલા મુંબઈ પોલીસે ખીચડી કૌભાંડના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી. બાદમાં ED એ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ઈડી દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ED એ તેને ઓફિસમાં કલાકો સુધી બેસાડી તેનું નિવેદન નોંયું હતું. અગાઉ આ મામલે મુંબઈ પોલીસમાં સૂરજ ચવ્હાણ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી ઈડીએ કેસ નોંયો હતો. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે આ કેસમાં ઈડીએ તેની ધરપકડ કરી છે.

સૂરજ ચવ્હાણને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેને ED ની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સમયે સુરજ ચવ્હાણની ઈડી કસ્ટડી માટે કોર્ટમાં માંગ કરવામાં આવશે. ઈડીના વકીલો કોર્ટમાં કયા મુદ્દા રજૂ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

સૂરજ ચવ્હાણની ધરપકડના સમાચાર સામે આવ્યા બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, હું ઈડીની આ કાર્યવાહીનું સ્વાગત કરું છું. ખીચડી કૌભાંડના પૈસા સાંસદ સંજય રાઉતના મિત્રના પરિવારના ખાતામાં પણ ગયા હતા. કિરીટ સોમૈયાએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓએ ઓક્સિજન, રેમડેસિવીર, ખીચડી ખાધી. ઉદ્ધવ ઠાકરેએ તમામ કોવિડ કૌભાંડોનો હિસાબ આપવો પડશે.