નદીસર,ગોધરા તાલુકકાના ટીંબા ગામથી મોટી કાંટડી તરફ આવતા માર્ગ પર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટેનની પાઈપલાઈન નાંખવામાં આવે છે. જે પાઈપલાઈન આ રોડની બિલકુલ બાજુમાં નાંખવામાં આવતા આ માર્ગ વાહનચાલકો માટે જોખમી બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ટીંબા ગામથી મોટી કાંટડી ગામનુ અંતર આશરે બે કિ.મી.જેટલુ છે. અહિંયાનો માર્ગો સિંગલપટ્ટી અને ડામર માર્ગ છે. જયારે ટીંબાથી મોટી કાંટડી સુધીનો માર્ગની બંને તરફ ખાનગી માલિકીની જમીનો આવેલી અહિંયા પાણી પુરવઠા વિભાગ દ્વારા ટીંબાગામથી મોટી કાંટડી સુધી પાણી પુરવઠો આપવા માટે કોન્ટ્રાકટર દ્વારા પાઈપલાઈન નાંખવામાં આવી છે. આ માર્ગની બિલ્કુલ બાજુમાં જ નાંખવામાં આવતા માર્ગ વધુ સાંકડો અને જોખમકારક બન્યો છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર મોટુ વાહન સામે આવે તો અન્ય વાહનને ક્રોસ કરવાની કોશિષમાં જે વાહન પાઈપલાઈન તરફ હોય તે ફસાવવા અથવા પલ્ટી ખાઈ જવાની શકયતા છે. આજ કારણોસર મોટી કાંટડી તરફ આવતી બસો પણ બંધ થઈ ગઈ છે. તેમજ અન્ય વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે કોન્ટ્રાટકરને મોૈખિક રજુઆતો કરવામાં આવી છે અને તેમના દ્વારા વારંવાર ટુંક સમયમાં થઈ જશે તેવુ જણાવ્યા બાદ પણ આ અંગે કોઈ નકકર કામગીરી ન થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.