સંજેલીના પીછોડા બ્રાંચના પોસ્ટર માસ્ટરને બે વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

સંજેલી, પીછોડા બ્રાંચના પોસ્ટ માસ્ટર નરવતસિંહ બારીયા દ્વારા આઠ મહિલા તેમજ પુરૂષના ખાતામાંથી તેમની જાણ બહાર ગેરરિતી આચરી અને નાણાંની ઉચાપત કરી હતી. પાસબુકમાં એન્ટ્રી કર્યા વિના જ ખાતેદારોની ખોટી સહી કરી અને નાણાં ઉપાડ ફોર્મમાં ખોટી સહી કરી 14,900ની ઉચાપત કરી હતી. ખાતેદારોના ખાતામાંથી બારોબાર જ નાણાં ઉપડી ગયા હોવાની જાણ થતાં પોસ્ટ ઓફિસે આવી રજુઆત કરી હતી. જેથી ઈન્સ્પેકટર હાર્દિક રાઠોડે પોસ્ટ માસ્ટર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સંજેલી જયુડિ.મેજી.ફર્સ્ટ કોર્ટ આર.ટી.બારીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.બી.તડવીની દલીલોને ઘ્યાને રાખી અને આરોપી પોસ્ટ માસ્ટરને ઈપીકો 406મમાં એક વર્ષ અને 409માં બે વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો.