ખાનપુરના બાકોર સરપંચના પતિ દ્વારા પંચાયતનો વહીવટ થતો હોવાનો વીડિયો વાયરલ

બાકોર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામના મહિસા સરપંચના પતિનો વીડિયો અને ફોટા હાલમાં વાયરલ થયા છે. જેમાં તેઓ પંચાયની ઓફિસમાં બેસીને વહીવટ કરતા હોવાનુ જણાતા ગ્રામજનોએ મહિલા સરપંચના બદલે તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ કરાતો હોવાનો આક્ષેપ મુકયો છે.

બાકોર ગ્રામ પંચયતના મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતનો તમામ વહીવટ કરાતો હોવાની ફરિયાદો છેલ્લા ધણા સમયથી ઉઠતી હતી. ત્યારે હાલમાં પંચાયતનો એક વીડિયો અને કેટલાક ફોટાઓ વાયરલ થયા છે. જેમાં સરપંચના પતિ પંચાયતની ઓફિસમાં સરપંચની ખુરશીમાં બેસીને વહીવટ કરતા અને કાગળો પર સહી કરતા જોવા મળે છે. જેને લઈને ગામમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જે બાદ તપાસ કરતા પંચાયતના જરૂરી કાગળો અને દસ્તાવેજોમાં સહીના નમુના અલગ અલગ જોવા મળ્યા હતા. જેમાં સોગંદનામાં, ટીડીઓ પાસે ગ્રાન્ટ પાસ કરાવવાના કાગળ પર તેમજ ચેકમાં અલગ અલગ સહી જોવા મળતા પંચાયતમાં ગેરરિતી થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. તેમજ આ બાબતે જિલ્લા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટુ કોૈભાંડ બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે.