હાલોલ-ગોધરા રોડ ઉપર આદિત્ય બિરલા કંપની સાથે લોડીંગ છકડાએ અજાણ્યા રાહદારીએ ટકકર મારી ઈજાઓ કરતાં સારવાર દરમિયાન મોત

ગોધરા,હાલોલ-ગોધરા રોડ ઉપર આદિત્ય બિરલા કંપની સામે રોડ ઉપર લોડીંગ છકડાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ઉપરથી ચાલતા જઈ રહેલા અજાણ્યા પુરૂષને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર આવેલ આદિત્ય બિરલા કંપની સામે રોડ ઉપરથી પસાર થતા લોડીંગ છકડાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ઉપરથી ચાલતા જઈ રહેલા અજાણ્યા વ્યકિતને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત હાલતમાં દવા સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં. આ બાતે હાલોલ પોલીસ મથકે લોડીંગ છકડાના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.