દે.બારીયાના કાલીયાગોટા ગામે ધરમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પરથી 8 હજારના દારૂ-બીયરનો જથ્થો ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે વણકરવાસ ફળીયામાં એક બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકેલી પીપલોદ પોલીસે રૂપિયા 89 હજાર ઉપરાંતની કિંમતનો દારૂ, બીયરનો જથ્થો પકડ્યાનું જાણવા મળ્યું છે.

પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે પીપલોદ પોલીસની ટીમે કાલીયાકોટા ગામે વણકરવાસ ફળિયામાં રહેતા વિજયભાઈ ભાણાભાઈ વણકર નામના બુટલેગરના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. 89,780ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા બીયરની કાચની તથા પ્લાસ્ટીકની બોટલ નંગ756 પકડી પાડી કબજે લીધી હતી. પોલીસની રેડ સમયે બુટલેગર વિજયભાઈ ભાણાભાઈ વણકર ઘરે હાજર ન હોવાથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી.

આ મામલે પીપલોદ પોલીસે કાલીય કોટા ગામના બુટલેગર વિજયભાઈ ભાણાભાઈ વણકર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.